ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 મે 2020
બેંકના અધિકારીઓના જણાવ્યા મુજબ કોરોના વાયરસ રોગચાળાને કારણે રિયાલિટી કંપનીઓ માટેના ધિરાણનું જોખમ વધ્યું છે. સંપત્તિના આધારે લેવાયેલી વ્યક્તિગત લોન પર એસબીઆઈએ વ્યાજ દરમાં 0.30% વધારો કર્યો છે. એસબીઆઈએ 75 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન પર 20 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. જ્યારે 30 લાખ રૂપિયાની લોન પર વ્યાજનો દર હવે 7.40 ટકા રહેશે જયયારે 30 લાખથી 75 લાખ સુધીની લોન પરનો વ્યાજ દર 7.45 ટકાને બદલે 7.65 ટકા રહેશે…
વાત કરીએ લોન ની તો 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પરનો વ્યાજ દર 7.45 ટકાથી વધીને 7.75 ટકા થયો છે. તે જ સમયે, બેંકે પ્રોપર્ટી (પી-એલએપી) સામે વ્યક્તિગત લોન પણ 30 બેસિસ પોઇન્ટમાં વધારો કર્યો છે. હવે આનો અસરકારક વ્યાજ દર 8.90 ટકાથી વધીને 9.20 ટકા થયો છે. 1 કરોડથી વધુની હોમ લોન અને 2 કરોડ રૂપિયાથી નીચેના લોન પર તે 9.40 ટકાથી વધીને 9.70 ટકા થઈ ગઈ છે..