236
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ દિવાળી પહેલા તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે.
બેંકે બેસ રેટ અને લેન્ડીંગ રેટમાં 0.05 %નો ઘટાડો કર્યો છે.
SBIનો બેઝ રેટ 15 સપ્ટેમ્બર એટલે કે આજથી 5 બેસિસ પોઈન્ટ ઘટીને 7.45 ટકા થયો.
આ ઉપરાંત બેંકે પ્રાઇમ લેન્ડિંગ રેટને પણ 5 બેસિસ પોઇન્ટ ઘટાડીને 12.20 ટકા કરી દીધો છે.
બેંકના આ પગલાની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. SBI ની હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન અને અન્ય લોનના હપ્તા ઓછા થશે.
ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેંકે અગાઉ એપ્રિલમાં SBIએ હોમ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો
You Might Be Interested In