ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI)એ પોતાના ગ્રાહકોને તેમના એકાઉન્ટને ફિશિંગથી બચાવવા માટે ચેતવણી આપી છે. તે મુજબ બેન્કે ગાઈડલાઈન બહાર પાડી તેનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે.
ફિશિંગ એક જનરલ ટર્મ છે, જે સાયબર ક્રાઈમ આચનારા ક્રિમિનલ દ્વારા કસ્ટમરને મોકલવામાં આવતા ઈ-મેલ, ટેક્સ્ટ મેસેજ સાથે નકલી વેબસાઇટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
આ ઈમેલ અને મેસેજને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે કે તે જાણીતા અને વિશ્વસનીય બિઝનેસ ઈન્સ્ટિટ્યૂટ, નાણાકીય સંસ્થાઓ અને સરકારી એજેન્સીમાંથી આવ્યા હોય એવું લાગે છે. સાયબર ક્રાઈમ આચનારા ક્રિમિનલ લોકો ગ્રાહકોની અંગત, નાણાકીય, સંવેદનશીલ માહિતી એકત્રિત કરીને ફ્રોડ આચરતા હોય છે.
યુક્રેન પર રશિયાના હુમલાથી શેરબજાર ઘડામ… સેન્સેક્સ 1,800થી વધુ પોઇન્ટ તૂટ્યો. તો નિફ્ટી પણ..
તેથી ગ્રાહકોને જો આવા કોઈ શંકાસ્પદ ઈમેલ આવે તો તેને ઓપન નહીં કરતા તેની માહીતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાને આપવાની સૂચના આપવામાં આવી છે. બેન્કને આ માહિતી report.phishing@sbi.co.in ઈમેલ પર કરી શકાશે.
ફિશિંગ એટેકના માધ્યમથી ગ્રાહકોની અંગત માહિતી, ડેટા અને એકાઉન્ટસ સંબંધિત નાણાકીય માહીતીની ચોરી કરવા માટે સોશિયલ એન્જિનિયરિંગ અને ટેકનોલોજી બંનેનો ઉપયોગ થાય છે. કસ્ટરને ફ્રોડ આચનારા લોકો એક નકલી ઈમેલ મોકલે છે, જેમા ઈન્ટરનેટ એડ્રેસ સાચ્ચો હોય છે. ઈમેલમાં કસ્ટમરને આપેલા એક હાયપર લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. હાયપરલિંક ક્લિક કરતા જ કસ્ટમરને એક નકલી વેબસાઈટ પર પહોંચાડવામાં આવે છે.
આ વેબસાઈટ અસલી વેબસાઈટ જેવી જ હોય છે. સામાન્ય રીતે ઈમેલ પર તેમના ઇન્સ્ટ્રક્શન ફોલો કરવા પર ઈનામ આપવાનો વાયદો પણ કરવામાં આવે છે. આ સાથે જ તેને ઇન્સ્ટ્રક્શન ન માનવા પર પેનેલ્ટી પર ચાર્જ કરવાની વાત પણ કરવામાં આવે છે. આ પછી કસ્ટમરને પોતાની પર્સનલ ડિટેલ જેમ કે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર વગેરે અપડેટ કરવામાં આવે છે. ગ્રાહક આની પર વિશ્વાસ કરીને પોતાની ડિટેલ્સ આપી દે અને સબમીટ બટન પર ક્લીક કરે છે. અચાનક ગ્રાહકને એરર પેજ દેખાવા લાગે છે અને આ રીતે કસ્ટમર ફિશિંગનો શિકાર બને છે.
LPG ગ્રાહકોને મોટો ઝટકો! એપ્રિલ 2022થી ડબલ થઈ શકે છે રાંધણ ગેસની કિંમત, આ છે કારણ
ફિશિંગ અટેકથી બચવા માટે ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. પર્સનલ માહિતી શેર કરવી નહીં. અજાણ્યા સોર્સથી મળતા ઈ-મેલની કોઈ પણ લિંક પર ક્લીક કરવું નહીં. આમા મોકલવામાં આવતા કોડ અથવા ફિશિંગ અટેકનો પ્રયાસ હોઈ શકે છે. કયારે પણ પોતાનો પાસવર્ડ ફોન અથવા ઈમેલ પર શેર કરવો નહીં. પાસવર્ડ, પિન નંબર, ટિન નંબર જેવી માહિતી સંપૂર્ણ ગોપનીય હોય છે. બેન્ક કર્મચારીઓ પણ તે માંગતા નથી. તેથી આવી માહિતી કોઈ સાથે શેર કરવી નહીં. હંમેશા એડ્રેસ બારમાં સાચુ યુઆરએલ ટાઈપ કરીને વેબસાઈટ પર લોગ ઓન કરવું. પોતાનો યુઝર આઈડી પાસવર્ડ નાખતા પહેલા ખાતરી કરવી કે લોગીન પેજનું યુઆરએલ https:// શરૂ થાય.
