નવેસ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ,8 એપ્રિલ 2021.
ગુરુવાર.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પાંચ ટકાની નક્કી સીમાથી વધારે શેર ખરીદવા પર તેની સૂચના સેબી(securities and exchange board of India)ને ના આપવા માટે સેબી એ તેમના પર 25 કરોડ રૂપિયા નો દંડ ફટકાર્યો છે. 21 વર્ષ જૂના આ કેસમાં અંબાણી બંધુઓ (મુકેશ અને અનિલ) અને તેમની પત્નીઓ (નીતા અને ટીના) પર બુધવારે દંડ ફટકારવામાં આવ્યો હતો.
સેબીએ 85 પેજના પોતાના નિર્ણયમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટરે કંપનીમાં પોતાની ભાગીદારી વિશે તેને યોગ્ય જાણકારી આપી નહતી. આ કારણે કંપનીના પ્રમોટરોમાં સામેલ મુકેશ અને અનિલ અંબાણી સાથે તેમની પત્નીઓ નીતા અને ટીના અંબાણી પર પણ આ દંડ ફટકારવામાં આવ્યો છે.સેબીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમોટર વર્ષ 2000માં 6.83 ટકા શેર ખરીદવાની વાત તેમના સામે જાહેર કરવામાં નિષ્ફળ રહ્યાં હતા. જ્યારે નિયમો અનુસાર પાંચ ટકાથી વધારે શેર ખરીદવા પર સેબીને બતાવવું જરૂરી હતું. વર્ષ 2005માં અંબાણી બંધુઓના વ્યાપારની વહેંચણી થઈ ગઈ હતી. તે પછી પેટ્રોલિયમ વ્યાપાર સાથે જોડાયેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુકેશ અંબાણીના હિસ્સામાં જતી રહી હતી. જ્યારે સમૂહના બીજા વ્યાપાર અનિલ અંબાણીને મળ્યા હતા.
અમેરિકાનો સિતારો આથમી ગયો : હવે ન્યુયોર્ક માં નહીં પણ આ શહેરમાં સૌથી વધુ અબજપતિઓ રહે છે.
ઉલ્લેખનીય છે કે,હાલમાંજ ફોર્બ્સ મેગેઝીન દ્વારા જાહેર કરવામાં આવેલા દેશ ના ટોપ 10 ધનાઢ્યોની યાદી માં મુકેશ અંબાણીનું નામ મોખરે છે .