સેબીએ આઈપીઓના નિયમોમાં કર્યા ફેરફાર. જાણો વિગતે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022          

મંગળવાર.

માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ પ્રારંભિક પબ્લિક ઑફર (IPO) અને તેની સાથેની ઑફર-ફોર-સેલ (OFS) સંબંધિત નિયમોને કડક બનાવ્યા છે. સોમવાર 17 જાન્યુઆરીના રોજ જારી કરાયેલા નોટિફિકેશન મુજબ Unidentified Future Acquisitions માટે IPOમાંથી માત્ર મર્યાદિત રકમ જ ઉભી કરી શકાશે. તેમજ મુખ્ય શેરધારકો વતી વેચાણ માટે જતા શેરોની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે.

એક મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ સેબીએ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે એન્કર રોકાણકારોનો લોક-ઇન પિરિયડ ૯૦ દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે અને હવે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ સામાન્ય કંપનીની કામગીરી માટે આરક્ષિત ભંડોળ પર પણ નજર રાખશે. આ ઉપરાંત સેબીએ બિન-સંસ્થાકીય રોકાણકારો ને શેરની ફાળવણીની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. આ તમામ ફેરફારોને અમલમાં મૂકવા માટે સેબીએ (ઇશ્યૂ ઓફ કેપિટલ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ) નિયમોના વિવિધ પાસાઓમાં ફેરફારો કર્યા છે. સેબીએ આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે ઘણી નવી ટેક્નોલોજી કંપનીઓ આઈપીઓ દ્વારા નાણાં એકત્ર કરવા માટે નિયમનકારને વધુને વધુ અરજીઓ સબમિટ કરી રહી છે.

સેબીએ જણાવ્યું હતું કે જો કોઈ કંપની તેના આઈપીઓ દસ્તાવેજમાં ભાવિ એક્વિઝિશન અથવા રોકાણને ચિહ્નિત કરતી નથી તો સૂચિત રકમ આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ રકમના 35% કરતાં વધુ નહીં હોય. જો કે સેબીએ જણાવ્યું છે કે ભાવિ એક્વિઝિશન અથવા રોકાણનો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો પ્રતિબંધ લાગુ થશે નહીં.

દેશમાં કોરોનાની ગતિ કંટ્રોલની બહાર, આજે ફરી 2.8 લાખથી વધારે કેસ આવ્યા સામે; જાણો લેટેસ્ટ ડેટા.

નિષ્ણાતોનું કહેવું છે કે, સેબીના નવા નિયમો કેટલીક યુનિકોર્ન કંપનીઓની ભંડોળ એકત્ર કરવાની યોજનાને અસર કરશે. વધુમાં, સેબીએ જણાવ્યું હતું કે સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે એકત્ર કરાયેલા ભંડોળની દેખરેખને રેટિંગ એજન્સીઓના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવશે. 

વર્ષ 2022નો પહેલો IPO 19 જાન્યુઆરીએ ખુલશે. પેમેન્ટ સોલ્યુશન સર્વિસ પ્રોવાઈડર AGS Transact Technologies આ IPO લાવી રહી છે. કંપનીએ આ IPOની પ્રાઇસ બેન્ડ 166-175 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. IPO 21 જાન્યુઆરીએ બંધ થશે.

AGS Transact Technologiesએ શરૂઆતમાં તેના IPOનું કદ રૂ. 800 કરોડ રાખ્યું હતું પરંતુ બાદમાં તેને ઘટાડીને રૂ. 680 કરોડ કરી દીધું છે. એવી આશા છે કે આ IPO 1 ફેબ્રુઆરીએ એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ ઈશ્યુ સંપૂર્ણ ઓફર ફોર સેલ હશે જેમાં પ્રમોટર રવિ બી ગોયલ રૂ 677.58 કરોડ સુધીના શેરનું વેચાણ કરશે.

બનતા પહેલા જ બગડ્યું. કોંગ્રેસ વિરોધી નિવેદનને લીધે ગોવામાં કોંગ્રેસ આ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More