News Continuous Bureau | Mumbai
SEBI New Rule : માર્કેટ રેગ્યુલેટર સેબીએ F&O શેર ( F&O share ) માટે ડાયનેમિક પ્રાઇસ બેન્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર, પ્રાઇસ બેન્ડ માત્ર ત્યારે જ ખુલશે જો ઓછામાં ઓછા 50 ડીલ, 10 યુનિક ક્લાયન્ટ અને 3 અલગ-અલગ બ્રોકર્સ હોય. આ ફેરફારો આજથી અમલમાં આવ્યા છે.
માર્કેટ રેગ્યુલેટર દ્વારા કરવામાં આવેલા આ ફેરફારોનો હેતુ ભાવની હિલચાલમાં અચાનક વધઘટ ઘટાડવા, સુરક્ષા વધારવા, જોખમ વ્યવસ્થાપન સુધારવા અને બજારના ( Stock Market ) સહભાગીઓને એકસમાન માહિતી પૂરી પાડવાનો છે.
SEBI New Rule : ડાયનેમિક પ્રાઇસ બેન્ડ એ મર્યાદા છે જેમાં શેરની કિંમત એક દિવસમાં ઉપર અથવા નીચે જઈ શકે છે…
વાસ્તવમાં, ડાયનેમિક પ્રાઇસ બેન્ડ ( Dynamic Price Band ) એ મર્યાદા છે જેમાં શેરની કિંમત એક દિવસમાં ઉપર અથવા નીચે જઈ શકે છે. સ્ટોકના ભાવમાં ( stock prices ) અચાનક વધારો અથવા ઘટાડો અટકાવવા માટે ડાયનેમિક પ્રાઇસ બેન્ડની સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી. ડેરિવેટિવ પ્રોડક્ટ્સ ( Derivative Products ) સાથેના શેર માટે ડાયનેમિક પ્રાઇસ બેન્ડ અગાઉના દિવસની બંધ કિંમતના 10% થી શરૂ થાય છે.
આ સમાચાર પણ વાંચો: Stock Market: દેશમાં ચૂંટણી પરિણામો બાદ શેરબજાર વધશે કે ઘટશે, જાણો જૂનો ઈતિહાસ.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)