News Continuous Bureau | Mumbai
Semiconductor Plant: સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતને મોટી સફળતા મળી શકે છે. ઇઝરાયેલની ( Israel ) પ્રખ્યાત સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની ટાવરએ દેશમાં 8 બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપવાની દરખાસ્ત કરી છે. જો આ પ્લાન્ટ બનાવવામાં સફળતા મળશે તો સરકારને મોટી રાહત મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) પણ લાંબા સમયથી દેશમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને ( semiconductor manufacturing ) પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ માટે સરકારે ડિસેમ્બર 2021માં 10 બિલિયન ડૉલરની સ્કીમની પણ જાહેરાત કરી હતી.
એક અહેવાલ મુજબ, ઈઝરાયેલની કંપની ટાવરએ ભારતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં રસ દાખવ્યો છે. કંપનીએ ભારત સરકારને ( Indian Government ) 8 અબજ ડોલરનો પ્રસ્તાવ પણ આપ્યો છે. આ માટે કંપનીએ સરકાર પાસે પ્રોત્સાહનની માંગણી કરી છે. પ્રસ્તાવ મુજબ, ટાવર ભારતમાં 65 નેનોમીટર અને 40 નેનોમીટર ચિપ્સ બનાવશે.
ટાવર સેમિકન્ડક્ટર ( Tower Semiconductor ) ઉચ્ચ મૂલ્યના એનાલોગ સેમિકન્ડક્ટર સોલ્યુશન્સ પૂરા પાડે છે..
IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટાવર સેમિકન્ડક્ટરના CEO રસેલ સી એલવેન્જર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલાન પણ સામેલ થયા હતા. બેઠક બાદ રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ભારત અને ટાવર વચ્ચે સેમિકન્ડક્ટર પાર્ટનરશિપ અંગે ચર્ચા થઈ છે.
આ સમાચાર પણ વાંચો : India-Russia : મોસ્કોનો સનસનાટી ભરેલો દાવો. કહ્યું અમેરિકા ભારત-રશિયાને તોડવા આ પગલાં લઈ રહ્યું છે..
ઉ્લ્લેખનીય છે કે, વર્ષ 2022ની શરૂઆતમાં, ઇન્ટરનેશનલ સેમિકન્ડક્ટર કન્સોર્ટિયમે ભારતની સેમિકન્ડક્ટર સ્કીમનો ભાગ બનવા માટે અરજી કરી હતી. ટાવર પણ આ ISCનો એક ભાગ છે. જો કે, તે સમયે ઇન્ટેલે ટાવર સેમિકન્ડક્ટર ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે ભારત સરકારે અરજી સ્વીકારી ન હતી. સરકારને ખાતરી ન હતી કે તે ઇન્ટેલ એક્વિઝિશન પછી ટાવર સેમિકન્ડક્ટરને ISCનો ભાગ રહેવા દેશે કે કેમ.
ટાવર સેમિકન્ડક્ટર ઉચ્ચ મૂલ્યના એનાલોગ સેમિકન્ડક્ટર સોલ્યુશન્સ પૂરા પાડે છે. તે ઓટોમોટિવ, મેડિકલ, ઈન્ડસ્ટ્રીયલ, કન્ઝ્યુમર, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા સેક્ટરમાં ચિપ્સ સપ્લાય કરે છે. કંપની વિશ્વભરના 300 થી વધુ ગ્રાહકોને એનાલોગ ઈન્ટિગ્રેટેડ સર્કિટ બનાવે છે અને સપ્લાય કરે છે. કંપનીની વાર્ષિક આવક 1 અબજ ડોલરથી વધુ છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે જૂનમાં અમેરિકન ચિપ નિર્માતા માઈક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં $825 મિલિયનના રોકાણ સાથે એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી બનાવવાની જાહેરાત કરી હતી. તે 2024 ના અંતમાં શરૂ થશે.