ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
મંદિના વાદળો ધીમે ધીમે હતી રહયાં છે. શુક્રવારે ભારતીય શેરબજાર ઝડપથી ખુલ્યું અને ખુલતાની સાથે જ સેન્સેક્સ 47,000 પર પહોંચી ગયું. નિફ્ટીએ પણ પાવર સાથે શરૂઆત કર્યા પછી 13,771 નો આંક નોંધાવ્યો. જો કે, એશિયાના અન્ય બજારોના સકારાત્મક સંકેતોના અભાવને પગલે સેન્સેક્સ અને નિફ્ટી બંને ત્યારબાદ રેકોર્ડ ટોચેથી થોડા નીચે ગયા હતા.
સેન્સેક્સ અગાઉના સત્રથી સવારે 9.24 વાગ્યે 34.46 પોઇન્ટ 46,555.88 પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી 14.20 પોઇન્ટના ઘટાડા સાથે 13,726.50 પર ટ્રેડ કરી રહ્યો છે. જો કે, બંને સૂચકાંકોએ અગાઉ ઐતિહાસિક ઉંચાઇ હાંસલ કરી હતી.
નિષ્ણાતોનું માનવું છે કે યુએસમાં કોરોના બાદ આર્થિક પડકારોનો સામનો કરવા માટે સરકારના પ્રોત્સાહક પેકેજની આશામાં રોકાણકારોમાં ઉછાળો છે. જો કે, એશિયાના અન્ય બજારો તરફથી કોઈ સકારાત્મક સંકેત ન હોવાને કારણે, શરૂઆતના વેપાર દરમિયાન સ્થાનિક શેરબજાર નરમ પડ્યું હતું.