ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી સાથે નવા રેકોર્ડ સ્તરે બંધ થયું.
સેન્સેક્સે આજે 277 પોઈન્ટનો વધારો નોંધાવી 58129 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 90 પોઈન્ટના વધારા સાથે 17323 ના સ્તર પર બંધ થયો.
કારોબાર દરમિયાન સેન્સેક્સ 58194 અને નિફ્ટી 17340 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો જે એક નવી ઓલટાઇમ હાઇ છે.
આજની તેજીમાં સૌથી મોટો ફાળો રિલાયન્સનો હતો. રિલાયન્સના શેરમાં આજે 4.16 ટકાનો ઉછાળો નોંધાયો હતો અને 2389 રૂપિયા પર બંધ થયો હતો.
રિલાયન્સ ઉપરાંત ટાઇટન, ટાટા સ્ટીલ, બજાજ ઓટો અને મારુતિના શેરમાં પણ આજે વધારો થયો અને તેના રોકાણકારોએ ઘણી કમાણી કરી છે.
કોરોના કાળમાં થઈ ભયંકર ટીકા, નૈતિકતાના આધારે રાજીનામું આપશે આ દેશના વડાપ્રધાન ; જાણો વિગતે

