ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,
સોમવાર,
આજે ફરી એકવાર ભારતીય શેરબજાર લાલ નિશાન નીચે કારોબાર કરતા નજરે પડી રહ્યા છે.
આજે સેન્સેક્સ 676.63 પોઇન્ટના ઘટાડા સાથે 55,181.89 પર તો નિફ્ટી 184.55 પોઇન્ટના ઘટાડા સાથે 16,473.85 પર કારોબાર કરી રહ્યો છે.
ગુરુવારના કડાકા બાદ ગત સપ્તાહના છેલ્લા દિવસે રિકવરી દેખાઈ હતી.
શુક્રવારે સેન્સેક્સ 1328 પોઈન્ટના ઉછાળા સાથે 55858 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 410 પોઈન્ટના ઉછાળા સાથે 16658 પર બંધ થયો હતો.
