September Bank holiday 2023 : સપ્ટેમ્બર મહિનામાં એક બે દિવસ નહીં પણ 16 દિવસ સુધી રહેશે બેંકો બંધ, જાણી લો લિસ્ટ..

September Bank holiday 2023 : કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થીથી લઈને ઈદ-એ-મિલાદ સુધી સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ તહેવારો અને સાપ્તાહિક રજાઓ માટે જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર સપ્ટેમ્બરમાં રવિવાર, બીજો શનિવાર અને ચોથો શનિવાર સહિત ભારતના વિવિધ રાજ્યોમાં 16 બેંક રજાઓ રહેશે.

by kalpana Verat
September Bank holiday 2023: Banks to remain closed for 16 days across various states, check full list her

News Continuous Bureau | Mumbai

September Bank holiday 2023: સપ્ટેમ્બર મહિનો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. જો તમારે આગામી સપ્ટેમ્બર મહિનામાં બેંક સાથે સંબંધિત મહત્વપૂર્ણના કામ પતાવવાના હોય તો એ પહેલા બેંકની રજાઓનું લિસ્ટ ચોક્કસ જોઈ લો. સપ્ટેમ્બરમાં અનેક તહેવારો આવનાર હોઈ મહિનામાં શનિવાર અને રવિવારની રજાઓ સહિત કુલ 16 દિવસ બેંકો બંધ રહેવાની છે.

સપ્ટેમ્બરમાં કુલ 16 દિવસ બેંકો બંધ

સપ્ટેમ્બર મહિનો અનેક તહેવારો લઈને આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થીથી લઈને ઈદ-એ-મિલાદ સુધી સમગ્ર દેશમાં ઉત્સાહ જોવા મળશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આ તહેવારો અને સાપ્તાહિક રજાઓ માટે જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર સપ્ટેમ્બરમાં રવિવાર, બીજો શનિવાર અને ચોથો શનિવાર સહિત ભારતના વિવિધ રાજ્યોમાં 16 બેંક રજાઓ રહેશે.

નોંધનીય છે કે આજકાલ બેંકનું મોટા ભાગનું કામ ઘરે બેસીને થાય છે, પરંતુ હજુ પણ ઘણા કામો માટે બેંકની શાખામાં જવું પડે છે. આવી સ્થિતિમાં, તમારા માટે બેંકોની રજાઓ વિશે જાણવું મહત્વપૂર્ણ છે, જેથી હાલાકીનો સામનો કરવો ન પડે. ચાલો જાણીએ કે સપ્ટેમ્બર 2023 માં કયા રાજ્યોમાં બેંકો બંધ રહેશે?

આ સમાચાર પણ વાંચો : Chandrayaan-3: ચંદ્ર પર ચાલતા રોવરને અચાનક સામે દેખાયો 4 મીટર ઊંડો ખાડો, ઈસરોએ તરત જ કર્યું આ કામ..

સપ્ટેમ્બર 2023 માટે બેંક રજાઓની સૂચિ

6 સપ્ટેમ્બર 2023: શ્રી કૃષ્ણ જન્માષ્ટમી – ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહારમાં બેંકો બંધ રહેશે.

7 સપ્ટેમ્બર, 2023: જન્માષ્ટમી અને શ્રી કૃષ્ણ અષ્ટમી: ગુજરાત, મધ્યપ્રદેશ, ચંદીગઢ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

18 સપ્ટેમ્બર, 2023: વારસિદ્ધિ વિનાયક વ્રત અને વિનાયક ચતુર્થી – કર્ણાટક અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.

સપ્ટેમ્બર 19, 2023: ગણેશ ચતુર્થી – ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ગોવામાં બેંકો બંધ રહેશે.

20 સપ્ટેમ્બર, 2023: ગણેશ ચતુર્થી (બીજો દિવસ) અને નુખાઈ- ઓડિશા અને ગોવામાં બેંકો બંધ રહેશે.

22 સપ્ટેમ્બર, 2023: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ – કેરળમાં બેંકો બંધ રહેશે.

23 સપ્ટેમ્બર 2023: મહારાજા હરિ સિંહનો જન્મદિવસ અને ચોથો શનિવાર – જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

25 સપ્ટેમ્બર 2023: શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ – આસામમાં બેંકો બંધ રહેશે.

27 સપ્ટેમ્બર, 2023: મિલાદ-એ-શરીફ (પયગંબર મોહમ્મદનો જન્મદિવસ) – જમ્મુ અને કેરળમાં બેંકો બંધ રહેશે.

28 સપ્ટેમ્બર, 2023: ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મિલાદુન્નબી (પયગંબર મુહમ્મદનો જન્મદિવસ) – ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, છત્તીસગઢ, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, નવી દિલ્હીમાં બેંકો બંધ રહેશે.

29 સપ્ટેમ્બર, 2023: ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી ઈન્દ્રજાત્રા અને શુક્રવાર- સિક્કિમ, જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

 

Join Our WhatsApp Community

You may also like