News Continuous Bureau | Mumbai
Bajaj Auto Share: ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની બજાજ ઓટો ( Bajaj Auto ) તેના શેરધારકો માટે એક મોટી તક લઈને આવી છે. દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓમાંની એક બજાજ ઓટોએ શેરની બાયબેકની ( buyback ) જાહેરાત કરી છે. આ શેર બાયબેક ઓફર આજેથી ખુલ્લું રહેશે.
બજાજ ઓટોએ સોમવારે, 4 માર્ચે શેર બાય બેક ( Share buy back ) કરવા માટે આ ઓફરની જાહેરાત કરી હતી. આ શેર બાયબેક ઓફર આજથી આગામી 8 દિવસ માટે ખુલી રહશે. તેનો અર્થ એ કે કંપની તેના શેરધારકો પાસેથી 6 માર્ચથી 13 માર્ચે બિઝનેસ બંધ થવા સુધી તેના શેર બાયબેક કરવા જઈ રહી છે. કંપનીની આ ઓફરમાં તેના શેરધારકોને ( shareholders ) મોટી આવક થવા જઈ રહી છે.
આ ઓફરમાં, કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 40 લાખ સુધીના શેર ખરીદવાની યોજના ધરાવે છે…
કંપનીએ આ ઓફર માટે 29 ફેબ્રુઆરીની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે 29 ફેબ્રુઆરી સુધી બજાજ ઓટોના શેર ધરાવનારા શેરધારકો જ આ ઓફરનો લાભ મેળવી શકશે. બજાજ ઓટોની આ શેર બાયબેક ઓફર ઘણી મોટી છે. આ ઓફરમાં, કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 40 લાખ સુધીના શેર ખરીદવાની યોજના ધરાવે છે. આ કંપનીના 1.41 ટકા હિસ્સાની બરાબર છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi farmers : પરિવર્તનના 10 વર્ષ, મોદી સરકાર લાવી કૃષિમાં ક્રાંતિ; ખેડૂતોનું સશક્તિકરણ માટે કર્યા અભૂતપૂર્વ પહેલો અને પ્રયાસો
કંપનીએ શેર ( Stock Market ) બાયબેકની કિંમત 10,000 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. હાલમાં બજાજ ઓટોના એક શેરની કિંમત 8,350 રૂપિયા છે. સોમવારે ઓફરની જાહેરાત બાદ બજાજ ઓટોના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગઈ કાલે મંગળવારે આ સ્ટૉક 1.74 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જો કે, સોમવારે એક શેરની કિંમત 8,042.75 રૂપિયા હતી. એટલે કે, આ ઓફર હેઠળ લાભ મેળવનાર શેરધારકોને એક જ વારમાં લગભગ 24 ટકાનો નફો થશે.
જે શેરધારકો પાસે 29 ફેબ્રુઆરી સુધી કંપનીના શેર છે. તેઓ બજાજ ઓટોની આ શેર બાયબેક ઓફરમાં બિડ કરી શકશે. રિઝર્વ કેટેગરી માટે બાયબેકની હકદારી રેકોર્ડ તારીખે રાખવામાં આવેલ દરેક 27 શેર માટે 7 શેર નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે, સામાન્ય શ્રેણીના શેરધારકો દરેક 82 શેર માટે 1 શેરના બાયબેક માટે બિડ કરી શકશે. બાયબેક બિડ્સ એક્સચેન્જમાં 20 માર્ચ સુધી સેટલ કરવામાં આવશે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)