News Continuous Bureau | Mumbai
Share Market crash : ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અશુભ સાબિત થયો છે. બેન્કિંગ, મિડકેપ અને સરકારી કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. આજના સેશનમાં સ્મોલ કેપ શેરોમાં ખરાબી જોવા મળી છે. આજે ટ્રેડિંગ અંતે BSE સેન્સેક્સ 1053 પોઈન્ટ ઘટીને 70,370 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને 21,238 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે. માર્કેટના માર્કેટ કેપમાં રૂ.8 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ભારે વેચવાલીને કારણે BSE સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે જ્યારે નિફ્ટી પણ 21,300ની નીચે આવી ગયો છે. આ ઘટાડાથી રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. 30 શેરો વાળા સેન્સેક્સ 1053.10 પોઈન્ટ અથવા 1.47% ના ઘટાડા સાથે 70,360.55 ના સ્તર પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 333 પોઈન્ટ અથવા 1.54% ઘટીને 21,238.80 પોઈન્ટ પર આવી ગયો છે.
આ ઘટાડા પાછળ રિલાયન્સ અને એચડીએફસી બેંકે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. મિડ અને સ્મોલ કેપ સૂચકાંકોમાં વેચાણની વધુ અસર જોવા મળી હતી અને તે લગભગ ત્રણ ટકા ઘટ્યા હતા. આ પ્રક્રિયામાં દલાલ સ્ટ્રીટના રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો હતો. BSE લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ ઘટીને રૂ. 366 લાખ કરોડ થયું હતું. રિલાયન્સનો શેર 2.11% ઘટીને રૂ. 2656.00 થયો હતો.
ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 2.26 ટકા અથવા 1043 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર હેલ્થકેર અને ફાર્મા સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેર પણ મોટા ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 5 શેર લીલા નિશાનમાં જ્યારે 25 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 10 વધ્યા અને 40 નુકસાન સાથે બંધ થયા.
આ સમાચાર પણ વાંચો : Ram Mandir : 5 સદીઓનું વચન થયું પૂર્ણ… અયોધ્યામાં રામ મંદિર યુગો સુધી સનાતન સંસ્કૃતિનું પ્રતીક : અમિત શાહ.