News Continuous Bureau | Mumbai
Share Market News : શુક્રવાર એટલે કે સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારમાં ( Stock Market ) ઘટાડો જોવા મળ્યો, બપોરના સમયે એટલે કે બજાર બંધ થતા પહેલા મધ્યાહાને સેન્સેક્સમાં 600 પોઇન્ટ તેમજ નિફ્ટીમાં આશરે 200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. . બજારમાં સાર્વત્રિક વેચાણ જોવા મળ્યું હતું. તમામ શેર નેગેટિવ જઈ રહ્યા હતા. Share Market News : . શેરબજારમાં ઘટાડાનું કારણ શું?
છેલ્લા ઘણા સમયથી એફઆઇઆઇ દ્વારા ભારતીય શેર બજારમાં મોટા પાયે માલ વેચવામાં આવી રહ્યો છે. ચાલુ સપ્તાહે સોમવારના દિવસે બજાર બંધ હતું. તેમજ આખા સપ્તાહ દરમિયાન સુસ્ત માહોલ જોવા મળ્યો હતો. આઇટી, એફએમસીજી, બેંક, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ના શેરમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો ( FIIs ) એ ₹ 964.47 કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ( DIIs ) એ 2 મેના રોજ ₹ 1,352.44 કરોડનું રોકાણ કર્યું હતું,
આ સમાચાર પણ વાંચો : Breaking News : Helicopter crash મહારાષ્ટ્રના મહાડમાં મોટી દુર્ઘટના, શિવસેનાની નેતા સુષ્મા અંધારેનું હેલિકોપ્ટર ક્રેશ. જુઓ વિડિયો.
Share Market News : રોકાણકારોના કેટલા રૂપિયા સલવાયા?
વિદેશી રોકાણકારો તેમજ સંસ્થાકીય રોકાણકારોએ જોરદાર વેચાણ કર્યું છે. જેનું દબાણ લગભગ આખા બજાર ઉપર જોવા મળ્યું. આ વેચાણને કારણે રોકાણકારોના ( investors ) બે લાખ કરોડ રૂપિયાથી વધુ સલવાયા છે. જોકે સોમવાર પર તમામની નજર ટકેલી રહેશે.
