368
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી છે.
આજે દિવસભર ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં 2 ટકાનો ઉછાળો નોંધાયો છે.
સેન્સેક્સ ઈન્ડેક્સ 1335ના ઉછાળા સાથે 60,612 પર બંધ થયો હતો તો નિફ્ટી 383 પોઈન્ટના ઉછાળા સાથે 18,053 પર બંધ થયો છે.
એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જરના સમાચાર આવ્યા બાદ આ તેજી વધી હતી.
HDFC બેન્ક, HDFC, અદાણી પોર્ટ્સ, HDFC લાઇફ અને કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં વધારો થયો હતો.
ઇન્ફોસિસ, ટાઇટન અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના શેરમાં ઘટાડો થયો હતો.
નોંધનીય છે કે આ પહેલા શુક્રવારે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : મેગા મર્જર – HDFC અને HDFC બેંકનો થશે વિલય, આ ડીલ હેઠળ HDFC બેંકમાં HDFCની થશે આટલા ટકા ભાગીદારી
You Might Be Interested In