News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર મંગળવારે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં લાલ નિશાન સાથે ખુલ્યું છે.
ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં 30 શેરનો સેન્સેક્સ 567 પોઇન્ટ ઘટીને 58,206 પર અને 50 શેરનો નિફ્ટી 133 પોઇન્ટના મોટા ઘટાડા સાથે 17,357 પર ખુલ્યો છે.
પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 29 શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સ સોમવારે 872.28 ઘટીને 58,773.87 પર અને નિફ્ટી 267.75 અંક તૂટીને 17,490 ના સ્તર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : આજે ફરી કડાકા સાથે બંધ થયું બજાર, રોકાણકારો આઘાતમાં, આ કંપનીના શેરોએ કર્યા કંગાળ
