News Continuous Bureau | Mumbai
Bharat Global Developers Share: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીએ વર્ષ 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક, ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ પર મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ ના શેરના ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) એ કંપની અને 47 લોકો વિરુદ્ધ નોટિસ જારી કરી છે અને તે તમામને ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરમાં કોઈપણ પ્રકારની ડીલ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
Bharat Global Developers Share: સેબીએ ભારત ગ્લોબલ પર તેની પકડ મજબૂત કરી છે
અહેવાલો મુજબ શેરબજારના નિયમનકારે કંપનીના પ્રમોટરોને સિક્યોરિટીઝમાં ખરીદી, વેચાણ કે વ્યવહાર કરવા અથવા કેપિટલ માર્કેટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આગામી આદેશ સુધી પ્રતિબંધ મૂક્યો છે. સેબીનો આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. આદેશમાં સેબીએ કહ્યું છે કે, 16 ડિસેમ્બર, 2024 ના રોજ, તેણે ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડની શંકાસ્પદ નાણાકીય બાબતો અને જાહેરાતો અંગેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ફરિયાદોની નોંધ લીધી હતી.
Bharat Global Developers Share: એક વર્ષમાં શેર 105 ગણા વધ્યા
સેબીએ જણાવ્યું કે નવેમ્બર 2023માં ભારત ગ્લોબલ ડેવલપર્સનો શેર 16.14 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, તે નવેમ્બર 2024માં 1702.95 રૂપિયા પર પહોંચી ગયો. સેબીએ તેના કાયદાના ઉલ્લંઘન બદલ કંપની વિરુદ્ધ તપાસ શરૂ કરી. અને હવે આગળના આદેશ સુધી સ્ટોકમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડનો શેર નવેમ્બર 2023ના મહિનામાં રૂ. 16.14 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે એક વર્ષ પછી 28 નવેમ્બર 2024ના રોજ રૂ. 1702.95 પર પહોંચ્યો હતો, એટલે કે શેર 105 ગણો ઉછળ્યો હતો. 20 ડિસેમ્બર, 2024 ના રોજ, શેર રૂ. 1236.45 પર બંધ થયો હતો અને તે દિવસે કંપનીની બજાર મૂડી રૂ. 12,250 કરોડ હતી. જે કંપનીની કામગીરી જાણીતી નથી તેનું માર્કેટ કેપ રૂ. 12,520 કરોડ સુધી પહોંચી ગયું છે.
આ સમાચાર પણ વાંચો : Share Market Update : રેડ ઝોનમાં ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 480 પોઈન્ટ ગગડ્યો; આ કંપનીના શેરમાં કડાકો..
Bharat Global Developers Share: 31 માર્ચ 2025 સુધીમાં તપાસ પૂર્ણ કરવા આદેશ
જે બેંકોમાં પ્રમોટરોના બેંક ખાતા અથવા સંયુક્ત ખાતા છે તે હવે સેબીના આદેશ વિના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. સેબીએ જે 47 લોકોને નોટિસ પાઠવી છે તેઓએ તેમની જંગમ અને સ્થાવર સંપત્તિની વિગતો સેબીને આપવાની રહેશે. મિલકત, બેંક ખાતાની વિગતો, ડીમેટ ખાતાની વિગતો, શેરમાં રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતની કોઈપણ સંપત્તિમાં રોકાણ પ્રદાન કરવું પડશે. સેબીએ 31 માર્ચ 2025 સુધીમાં કંપની વિરુદ્ધ તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)