News Continuous Bureau | Mumbai
Closing bell : ભારતીય શેરબજાર આજે નવી ઐતિહાસિક ટોચને સ્પર્શી ગયું છે. BSE સેન્સેક્સ પ્રથમ વખત 73 હજારને પાર કરી ગયો છે. તો બીજી તરફ NSEનો નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે અને 22,000ની સપાટી વટાવી ગયો છે.
શેરબજાર નવી ટોચ પર પહોંચ્યું
30 શેરવાળો સેન્સેક્સ ( Sensex ) 759 પોઈન્ટ અથવા 1.05 ટકાના વધારા સાથે 73,328 પોઈન્ટ પર બંધ થયો છે. નિફ્ટી ( Nifty ) પણ 203 પોઈન્ટ અથવા 0.93 ટકાના વધારા સાથે 22,097 પોઈન્ટ પર બંધ થયો છે. દરમિયાન આજે બજારની શરૂઆત થતા જ BSE સેન્સેક્સ 481.41 પોઈન્ટ અથવા 0.66 ટકાના જંગી ઉછાળા સાથે 73,049 ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 158.60 પોઈન્ટ અથવા 0.72 ટકાના મજબૂત વધારા સાથે 22,053 પર ખુલવામાં સફળ રહ્યો હતો. BSE સેન્સેક્સની આજની ઇન્ટ્રાડે હાઈ 73,257.15 ના સ્તરે છે અને NSE નિફ્ટીની સર્વકાલીન ઉચ્ચતમ 22,081.95 પર છે, જે બજાર ખુલ્યા પછી તરત જ દેખાઈ હતી.
BSE પર કુલ 3155 શેરનો ( Indian stock market ) વેપાર થઈ રહ્યો છે જેમાંથી 2282 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 765 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 108 શેર કોઈ ફેરફાર સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
સેન્સેક્સ શેરોની સ્થિતિ
સેન્સેક્સના 30 શેરોમાંથી ( Shares ) 25 વધી રહ્યા છે અને માત્ર 5માં ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના ટોચના શેરોમાં વિપ્રો 11.46 ટકા અને ટેક મહિન્દ્રા 6.26 ટકા ઉપર છે. HCL ટેક 3.69 ટકા અને ઇન્ફોસિસ 3.01 ટકાનો વધારો દર્શાવે છે. TCS 2.03 ટકાના વધારા સાથે અને HDFC બેન્ક 1.41 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Mahakumbh: 351 વર્ષ બાદ તૈયાર કરવામાં આવી હિન્દુ આચારસંહિતા, ‘આ’ વર્ષે પ્રયાગરાજ મહાકુંભ માં લાગશે અંતિમ મહોર..
નિફ્ટી આઈટીમાં રેકોર્ડ હાઈ લેવલ
આઈટી શેરોમાં રેકોર્ડ હાઈ જોવા મળી રહ્યો છે અને શેરબજારમાં આઈટી શેરો લગભગ 3 ટકાના જોરદાર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. 1000થી વધુ પોઈન્ટના ઉછાળા બાદ આઈટી ઈન્ડેક્સ 37550ની સપાટીથી ઉપર આવી ગયો હતો.
(ડિસ્ક્લેમર: અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝર ની સલાહ ચોક્કસ લો.)