News Continuous Bureau | Mumbai
Closing Bell: કારોબારી સપ્તાહ ના બીજા દિવસે એટલે કે મંગળવારે શેરબજાર તેજી સાથે બંધ થયું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ( Share Market ) મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. આજે બજારમાં થોડો વધારો જોવા મળ્યો છે. આજે બંને ઇન્ડેક્સ લીલા નિશાન પર બંધ થયા છે.
આઈટી શેર્સમાં ઉછાળો
આજના ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ( Sensex ) 454.67 પોઈન્ટ અથવા 0.63 ટકાના વધારા સાથે 72,186.09 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી ( Nifty ) 157 અંક એટલે કે 0.72 ટકાના વધારા સાથે 21929.40 ના સ્તર પર બંધ થયો છે .
માર્કેટમાં આઈટી શેર્સમાં ઉછાળો આવ્યો હતો અને અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે બંધ થયા હતા. મિડકેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ રહ્યો હતો. આઈટી શેર્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આઇટી ઇન્ડેક્સ 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો. ઓટો, ફાર્મા ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. જોકે બેન્કિંગ શેર દબાણ હેઠળ રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Yemen : હુથીઓના આતંક વચ્ચે યમનના પીએમ માઈનને કરાયા બરતરફ, સાઉદી અરેબિયાના નજીકના આ નેતા બન્યા નવા વડાપ્રધાન..
હેલ્થકેર, મેટલ અને આઈટી ઈન્ડેક્સમાં 1-3 ટકાનો વધારો
BPCL, HDFC લાઈફ, HCL ટેક્નોલોજીસ, TCS અને મારુતિ સુઝુકી નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. પાવર ગ્રીડ કોર્પોરેશન, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંક, આઈટીસી અને કોટક મહિન્દ્રા બેંક નિફ્ટીના ટોપ લુઝર હતા. બેંકો સિવાય એફએમસીજી અને પાવર સહિતના તમામ ક્ષેત્રો લીલા રંગમાં બંધ રહ્યા હતા. ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, મેટલ અને આઈટી ઈન્ડેક્સમાં 1-3 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકા વધીને બંધ થયા છે.
ટ્રેડિંગ દરમિયાન TCSના શેર ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા, જેના કારણે કંપનીનું માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું. આ સાથે TCS ભારતની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની. તમને જણાવી દઈએ કે રિલાયન્સ પ્રથમ સ્થાન પર છે, જેની એમકેપ 20 લાખ કરોડ રૂપિયાથી વધુ છે.
(ડિસ્ક્લેમર અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝર ની સલાહ ચોક્કસ લો.)