News Continuous Bureau | Mumbai
Closing bell : ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા મહિનાની શરૂઆત શેરબજારના ( stock market ) રોકાણકારો માટે ખુબ જ સારી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીએ આજે એટલે કે 1 માર્ચે તેમના જૂના રેકોર્ડ તોડ્યા છે. આ સાથે શેરબજાર તેની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે. સેન્સેક્સ 1318 પોઈન્ટના ઉછાળા સાથે 73,819.21ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટી 22,353.30ના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચવામાં સફળ રહ્યો છે.
શેરબજારના માર્કેટ કેપમાં ( market cap ) થયો વધારો
આજે NSE 1.62 ટકાના વધારા સાથે 22,338.75 પર અને સેન્સેક્સ ( Sensex ) 1245.34 પોઈન્ટ અથવા 1.72 ટકાના વધારા સાથે 73,745.35 પર બંધ થયો. તમને જણાવી દઈએ કે, શેરબજારના માર્કેટ કેપમાં 3.2 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે.
ત્રીજા ક્વાર્ટરમાં દેશની મજબૂત જીડીપી અને સકારાત્મક યુએસ ફુગાવાના ડેટા બાદ શેરબજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. શુક્રવારના ટ્રેડિંગ સેશન દરમિયાન, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 3.23 લાખ કરોડ વધીને રૂ. 391.18 લાખ કરોડ થયું હતું.
ઓટોના શેરમાં ( auto shares ) 1.2%નો વધારો થયો
સેક્ટર મુજબ, નિફ્ટી ઓટોના શેરમાં 1.2%નો વધારો થયો છે કારણ કે કંપનીઓ ફેબ્રુઆરી મહિના માટે વેચાણના આંકડા જાહેર કરવાની છે. નિફ્ટી મેટલ, પીએસયુ બેંક અને ઓઈલ એન્ડ ગેસમાં પણ 1%નો વધારો નોંધાયો છે. બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ 100 0.56% અને નિફ્ટી સ્મોલકેપ 100 0.74% વધ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani: મુકેશ અંબાણીનો અસ્સલ ગુજરાતી અંદાજ, ગામડાના સામાન્ય વ્યક્તિના ઘરેથી આવેલા ભજીયાનો ચટાકો માણ્યો, જુઓ વિડિયો..
જીડીપી વૃદ્ધિના આંકડાએ શેરબજારને રેકોર્ડ સ્તરે પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી
ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.4 ટકાના જીડીપી વૃદ્ધિના ( GDP growth ) આંકડાએ શેરબજારોને રેકોર્ડ સ્તરે પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ગુરુવારે જારી કરાયેલા આ આંકડા છેલ્લા દોઢ વર્ષમાં સૌથી વધુ ત્રિમાસિક વૃદ્ધિ દર્શાવે છે. જીડીપીના મજબૂત આંકડાઓ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે આજે શેરબજારમાં ઉછાળો જોવા મળશે.
માર્ચમાં ક્યારે બંધ રહેશે બજાર ?
માર્ચ મહિનામાં હોળી સહિતના ઘણા તહેવારો છે, જેના પર શેરબજાર બંધ રહેશે. NSEના પરિપત્ર મુજબ, 2024માં કુલ 14 ( Trading ) ટ્રેડિંગ હોલિડે છે. આમાંથી પાંચ રજાઓ શનિવાર અને રવિવારની રહેશે. આવી સ્થિતિમાં શેરબજાર 3 દિવસ બંધ રહેશે. મહાશિવરાત્રી 8મી માર્ચે છે. 25મી માર્ચને સોમવારે હોળીની ઉજવણી કરવામાં આવશે. તે જ સમયે, 29 માર્ચ, ગુડ ફ્રાઈડેના રોજ શેરબજારમાં કોઈ વેપાર થશે નહીં.
જો જાન્યુઆરીની વાત કરીએ તો શેરબજાર એક દિવસ માટે બંધ રહ્યું હતું. ફેબ્રુઆરીમાં શેરબજારમાં રજા ન હતી અને આખા મહિના દરમિયાન ટ્રેડિંગ થયું હતું.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)