Global Market Selloff ભારતીય શેરબજારમાં કડાકો વોલ સ્ટ્રીટ અને એશિયાઈ માર્કેટમાં ગાબડુ, ભારતીય રોકાણકારોને ૫ લાખ કરોડનો ફટકો

Global Market Selloff આઈટી શેરોમાં ભારે વેચવાલી, સેન્સેક્સ ૭૦૦ અંક તૂટ્યો; દક્ષિણ કોરિયાના બજારમાં ૧૦ ટકાનો મોટો ઘટાડો

by kalpana Verat
Global Market Selloff  ભારતીય શેરબજારમાં કડાકો વોલ સ્ટ્રીટ અને એશિયાઈ માર્કેટમાં ગાબડુ, ભારતીય રોકાણકારોને ૫ લાખ કરોડનો ફટકો

 

News Continuous Bureau | Mumbai

Global Market Selloff વૈશ્વિક શેરબજારોમાં આજે સર્જાયેલી અફરાતફરીની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી છે. વોલ સ્ટ્રીટમાં ટેક શેરોમાં આવેલી વેચવાલી અને દક્ષિણ કોરિયાના બજારમાં આવેલા કડાકાને પગલે ભારતીય શેરબજાર આજે જોરદાર દબાણ હેઠળ છે. સેન્સેક્સ ૭૦૦ અંક સુધી નીચે ગબડ્યો છે, જ્યારે નિફ્ટી ૫૦ ઈન્ડેક્સ ૨૩,૯૦૦ ના સ્તરની નીચે સરકી ગયો છે.

Global Market Sell-off – એશિયાઈ માર્કેટમાં ‘બ્લેક મન્ડે’ જેવી સ્થિતિ

દક્ષિણ કોરિયાના કોસ્પી (KOSPI) ઇન્ડેક્સમાં આજે ૧૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે, જેને કારણે ત્યાં ૨૦ મિનિટ માટે ટ્રેડિંગ સ્થગિત કરવું પડ્યું હતું. એસકે હાઈનિક્સ (SK Hynix) માં ૧૧ ટકા અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સમાં ૮ ટકાથી વધુનો ઘટાડો થતા આખા એશિયન બજારનું સંતુલન બગડ્યું છે. એઆઈ (AI) અને સેમિકન્ડક્ટર કંપનીઓના મોંઘા વેલ્યુએશનને લઈને રોકાણકારોમાં ફેલાયેલા ડરને કારણે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ૧.૩ અબજ ડોલરથી વધુના શેર વેચીને પ્રોફિટ બુકિંગ કર્યું છે.

Global Market Sell-off – ભારતીય બજારમાં હાહાકાર

વૈશ્વિક સેન્ટિમેન્ટ બગડતા ભારતની આઈટી (IT) કંપનીઓ નિશાના પર આવી ગઈ છે. ઈન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ ટેક અને વિપ્રો જેવા દિગ્ગજ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે, જેના કારણે ‘નિફ્ટી આઈટી ઇન્ડેક્સ’ આજે ટોપ લૂઝર રહ્યો છે. આજના આ કડાકાને કારણે ભારતીય રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ૪.૫૭ લાખ કરોડથી ૫ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, જે રોકાણકારો માટે મોટો આંચકો છે.

Global Market Sell-off – વેલ્યુએશન અને અનિશ્ચિતતાનું જોખમ

આ વર્ષે એઆઈની માંગને પગલે બજારો ઓલ-ટાઈમ હાઈ લેવલ પર હતા, પરંતુ આટલા ઉંચા વેલ્યુએશન પર ટેક શેરોમાં થયેલા સુધારાએ રોકાણકારોનો ઉત્સાહ ઠંડો કરી દીધો છે. ઈરાનમાં ચાલી રહેલા તણાવ અને અન્ય વૈશ્વિક પરિબળો વચ્ચે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. હાલમાં બજારના નિષ્ણાતો રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે કારણ કે ટેક સેક્ટરના મોંઘા વેલ્યુએશન હવે દબાણ હેઠળ આવ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Off Air Update શું ખરેખર ઓફએર થવા જઈ રહી છે ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’? ફેન્સ માટે આવ્યા મોટા સમાચાર!

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More