News Continuous Bureau | Mumbai
IndusInd Bank Share : ઇન્ડસઈન્ડ બેન્કના ડિરિવેટિવ પોર્ટફોલિયોમાં વિસંગતતાઓ જોવા મળ્યા બાદ વૈશ્વિક અને સ્થાનિક બ્રોકરેજ હાઉસે બેન્કના શેરના લક્ષ્યાંક કિંમતમાં ઘટાડો કર્યો છે. CFO ના અચાનક રાજીનામા, CEOને ત્રણ વર્ષની જગ્યાએ માત્ર એક વર્ષનું એક્સ્ટેન્શન અને ડેરિવેટિવ્સ સંબંધિત ગડબડીને કારણે બ્રોકરેજ ફર્મો એ બેન્કની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે.
ઇન્ડસઈન્ડ બેન્કે માર્ચ 10ના રોજ સેબીની ફાઈલીંગમાં જાહેર કર્યું કે ડેરિવેટિવ પોર્ટફોલિયોની અંદર, સમીક્ષા દરમિયાન કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે, જેનાથી બેન્કની નેટવર્થ પર અંદાજિત 2.35%નો પ્રતિકૂળ અસર થઈ શકે છે. એક માહિતી અનુસાર, આ ખામી બેન્કના ફાયદાને લગભગ રૂ. 1,500 કરોડ સુધી અસર કરી શકે છે. જો કે, એ ખામીનું અંતિમ પ્રમાણ હજુ સુધી સ્પષ્ટ નથી.
આ સમાચાર પણ વાંચો : ઉંધા માથે પટકાયું ભારતીય શેરબજાર, માર્કેટ ખુલતા જ આ કંપનીનો શેર 20 ટકા ઘટ્યો; રોકાણકારો રાતા પાણીએ રોયા..
IndusInd Bank Share :ઇન્ડસઈન્ડ બેંકના ભાવમાં કડાકો બોલી ગયો
બજાર ખુલતાની સાથે જ ઇન્ડસઈન્ડ બેન્કના ભાવમાં કડાકો બોલી ગયો છે. એકજ દિવસમાં તેના ભાવ 22 ટકા નીચે આવી ગયા છે. જ્યારે ગત 6 મહિનામાં આ શેર 50 ટકા નીચે આવી ગયા છે. હાલ તેના ભાવ 750ની આસપાસ છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)