Site icon News Continuous Bureau | Mumbai

IndusInd Bank Share : આ ટોપના બેંકિંગ શેર માં મોટો કડાકો એક દિવસમાં 22 ટકા નીચે, બ્રોકરેજ હાઉસે શેર ડાઉનગ્રેડ કર્યા

IndusInd Bank Share : ઇન્ડસઈન્ડ બેન્કે માર્ચ 10ના રોજ સેબીની ફાઈલીંગમાં જાહેર કર્યું કે ડેરિવેટિવ પોર્ટફોલિયોની અંદર, સમીક્ષા દરમિયાન કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે, જેનાથી બેન્કની નેટવર્થ પર અંદાજિત 2.35%નો પ્રતિકૂળ અસર થઈ શકે છે.

IndusInd Bank Share Big downgrade for IndusInd Bank, Key brokerages cut rating, slash target price

IndusInd Bank Share Big downgrade for IndusInd Bank, Key brokerages cut rating, slash target price

News Continuous Bureau | Mumbai

IndusInd Bank Share : ઇન્ડસઈન્ડ બેન્કના ડિરિવેટિવ પોર્ટફોલિયોમાં વિસંગતતાઓ જોવા મળ્યા બાદ વૈશ્વિક અને સ્થાનિક બ્રોકરેજ હાઉસે બેન્કના શેરના લક્ષ્યાંક કિંમતમાં ઘટાડો કર્યો છે. CFO ના અચાનક રાજીનામા, CEOને ત્રણ વર્ષની જગ્યાએ માત્ર એક વર્ષનું એક્સ્ટેન્શન અને ડેરિવેટિવ્સ સંબંધિત ગડબડીને કારણે બ્રોકરેજ ફર્મો એ બેન્કની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે.

Join Our WhatsApp Channel

ઇન્ડસઈન્ડ બેન્કે માર્ચ 10ના રોજ સેબીની ફાઈલીંગમાં જાહેર કર્યું કે ડેરિવેટિવ પોર્ટફોલિયોની અંદર, સમીક્ષા દરમિયાન કેટલીક વિસંગતતાઓ જોવા મળી છે, જેનાથી બેન્કની નેટવર્થ પર અંદાજિત 2.35%નો પ્રતિકૂળ અસર થઈ શકે છે. એક માહિતી અનુસાર, આ ખામી બેન્કના ફાયદાને લગભગ રૂ. 1,500 કરોડ સુધી અસર કરી શકે છે. જો કે, એ ખામીનું અંતિમ પ્રમાણ હજુ સુધી સ્પષ્ટ નથી.

આ સમાચાર પણ વાંચો : ઉંધા માથે પટકાયું ભારતીય શેરબજાર, માર્કેટ ખુલતા જ આ કંપનીનો શેર 20 ટકા ઘટ્યો; રોકાણકારો રાતા પાણીએ રોયા..

IndusInd Bank Share :ઇન્ડસઈન્ડ બેંકના ભાવમાં કડાકો બોલી ગયો

બજાર ખુલતાની સાથે જ ઇન્ડસઈન્ડ બેન્કના ભાવમાં કડાકો બોલી ગયો છે. એકજ દિવસમાં તેના ભાવ 22 ટકા નીચે આવી ગયા છે. જ્યારે ગત 6 મહિનામાં આ શેર 50 ટકા નીચે આવી ગયા છે. હાલ તેના ભાવ 750ની આસપાસ છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Nifty India Defence Index Surge DAC તરફથી ₹૧.૧૦ લાખ કરોડના પ્રસ્તાવોને લીલી ઝંડી મળતાં નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ ૨.૫% ઉછળ્યો સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં તેજીની સુનામી
Adani Group Stocks Rally શેરબજાર તૂટ્યું પણ અદાણી શેરોમાં બૂલ રન! 52 સપ્તાહના તળિયેથી 74% સુધીનો ઉછાળો, આગળ શું થશે?
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં હાહાકાર: અચાનક આવેલી મંદીથી રોકાણકારોના 5 લાખ કરોડ સ્વાહા, શેરબજારમાં ક્યાંથી આવ્યો મોટો ઘટાડો?
Sensex Crash Trump Statement શેરબજારમાં ભૂકંપ.. સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
Exit mobile version