Market Wrap: શેર માર્કેટમાં રોનક પાછી આવી, જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયા સેન્સેક્સ નિફ્ટી. આ શેરોએ રોકાણકારોની તિજોરી ભરી..

Market Wrap: ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 634.65 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાના વધારા સાથે 63,782.80 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 190.00 પોઈન્ટ અથવા 1.01 ટકાના વધારા સાથે 19047.25 ના સ્તર પર બંધ થયો હતો.

by Hiral Meria
Market Wrap: Sensex, Nifty Snap Six-Day Losing Streak; RIL, Axis Bank, Infosys Lead

News Continuous Bureau | Mumbai 

Market Wrap: ભારતીય શેરબજારમાં ( Indian Share Market ) છેલ્લા 6 દિવસમાં મોટો ઘટાડો જોયા બાદ આખરે આજે શેર માર્કેટમાં રિકવરી જોવા મળી રહી છે. શેરબજારના ઈન્ડેક્સ સેન્સેક્સમાં ( Sensex) 634.65 પોઈન્ટ અને નિફ્ટીમાં ( Nifty ) પણ 190.00 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે .

બેંકોને લગતા શેરોમાં સારો ઉછાળો

નવેમ્બર સિરીઝની માર્કેટમાં શાનદાર શરૂઆત થઈ. 6 દિવસના ઘટાડા બાદ બજાર ઉછાળા સાથે બંધ થયું. બીએસઈના ( BSE ) તમામ સેક્ટર ઈન્ડાઈસીસમાં ( sector indices ) ખરીદી થઈ હતી જ્યારે પીએસયુ બેંકોને ( PSU bank ) લગતા શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. રિયલ્ટી, એનર્જી અને ઓટો શેર્સમાં ખરીદી હતી. પીએસઈ, આઈટી, ઈન્ફ્રા ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા. મેટલ, બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ખરીદી હતી.

જબરદસ્ત વધારા સાથે બંધ થયું માર્કેટ

ટ્રેડિંગના ( trading ) અંતે સેન્સેક્સ 634.65 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાના વધારા સાથે 63,782.80 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ( Nifty )  190.00 પોઈન્ટ અથવા 1.01 ટકાના વધારા સાથે 19047.25 ના સ્તર પર બંધ થયો હતો.

એક્સિસ બેન્ક, કોલ ઈન્ડિયા, એચસીએલ ટેક્નોલોજીસ, એસબીઆઈ અને અદાણી એન્ટરપ્રાઈઝ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, યુપીએલ, ટાટા સ્ટીલ અને એશિયન પેઈન્ટ્સ નિફ્ટીમાં ટોપ લુઝર હતા.

આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: લ્યો બોલો, અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલ પર હુમલાનું આપ્યું એવું કારણ, હવે વ્હાઇટ હાઉસે આપવી પડી આ સ્પષ્ટતા..

ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પરિણામો શેરબજાર પર

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પરિણામો શેરબજારમાં મુખ્ય રીતે જોવા મળી રહ્યા છે. જેથી બજારમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આજે શેરબજારમાં તેજી જોવા મળી. આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. PSU બેન્ક ઈન્ડેક્સ 4 ટકાના વધારા સાથે બંધ થયો હતો. જ્યારે BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Join Our WhatsApp Community

You may also like