News Continuous Bureau | Mumbai
NSE shares: bonus and dividend નેશનલ સ્ટોક એક્સચેન્જ ના શેર ધારકોને ( share holders ) જોરદાર લોટરી લાગી છે. ભારત દેશમાં કોઈપણ કંપનીએ આપ્યું હોય તેના કરતાં બહેતર ડિવિડન્ડ ( dividend ) નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા આપવામાં આવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ 9000% ડીવીડન્ડ આપ્યું છે. આ ઉપરાંત એક શેર પર ચાર શેરનું બોનસ પણ આપવામાં આવ્યું છે.
NSE shares: bonus and dividend નેશનલ સ્ટોક એક્સચેન્જ નો નફો કેટલો વધ્યો.
નેશનલ સ્ટોક એક્સચેન્જ ગત વર્ષે ₹4,000 કરોડથી વધુ રૂપિયાનો નફો મેળવ્યો છે. આ ઉપરાંત કંપનીનો ઈક્વિટી માર્કેટમાં ( equity market ) 94% જેટલો હિસ્સો છે જ્યારે કે ફ્યુચર માં 99% જેટલો હિસ્સો છે. આ નેશનલ સ્ટોક એક્સચેન્જ ભારતનું નંબર વન એક્સચેન્જ છે.
NSE shares: bonus and dividend નેશનલ સ્ટોક એક્સચેન્જના શેર મળતા જ નથી.
નેશનલ સ્ટોક એક્સચેન્જના ( NSE ) શેર ઓપન માર્કેટમાં અવેલેબલ નથી એટલે કે આ શેર અત્યારે અનલિસ્ટેડ માર્કેટમાં છે. જેને કારણે તે આસાનીથી ઉપલબ્ધ નથી. આમ નેશનલ સ્ટોક એક્સચેન્જ નો પૂરેપૂરો ફાયદો ઇન્સ્ટિટ્યૂશન અને અમુક શેર ધારકો ઉઠાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024 : Odisha ઓરિસ્સામાં સુરત વાળી થઈ. કોંગ્રેસના કેન્ડિડેટ ચૂંટણી લડવાની ના પાડી દીધી.
NSE shares: bonus and dividend નેશનલ સ્ટોક એક્સચેન્જનો આઇપીઓ ક્યારે આવશે?
નેશનલ સ્ટોક એક્સચેન્જ નો આઇપીઓ ( IPO ) વહેલામાં વહેલી તકે આવી શકે છે. એક શેર પર ચાર શેર ( Stock Market ) બોનસ આપીને આઇપીઓ માટે ની શક્યતા વધી ગઈ છે એવું નિષ્ણાંતોનું માનવું છે.