News Continuous Bureau | Mumbai
New highs on D-Street : ભારતીય શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. શેર માર્કેટ રોજ નવા નવા ઈતિહાસ રહ્યું છે. નિફ્ટી અને સેન્સેક્સ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. નિફ્ટીએ પહેલીવાર 23000ને પાર કર્યો, જ્યારે બજારની શરૂઆતની 15 મિનિટમાં જ સેન્સેક્સ 75558ની નવી ટોચે પહોંચ્યો. આ તેજીમાં બજાજ ફાઇનાન્સ, એલ એન્ડ ટી, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક, વિપ્રો, એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેકનો મોટો ફાળો છે.
New highs on D-Street : નિફ્ટીએ 23 હજારની સપાટી વટાવી
મહત્વનું છે કે આજે શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 82.59 પોઈન્ટ ઘટીને 75,335.45ના સ્તરે અને નિફ્ટી 36.90 પોઈન્ટની નબળાઈ સાથે 22930 પર ખુલ્યો હતો. જોકે, આ ઘટાડો લાંબો સમય ટકી શક્યો નહીં અને નિફ્ટીએ ઈતિહાસ રચીને 23 હજારની સપાટી વટાવી દીધી. જ્યારે ગુરુવારે એટલે કે ગઈકાલે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ વધીને 75400ને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી 22993 સુધી પહોંચી ગયો હતો.
New highs on D-Street : સેન્સેક્સના માત્ર 8 શેરોમાં તેજી
BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાં માત્ર 8 શેરોમાં જ વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે 22 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો TCSના શેરમાં થયો છે. તે લગભગ 1 ટકા ઘટીને 3857 રૂપિયા પર આવી ગયો છે. L&Tના શેરમાં સૌથી વધુ 1.20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે, જે શેર દીઠ રૂ. 3629 પર ટ્રેડ કરી રહ્યો છે.
New highs on D-Street : 54 શેર અપર સર્કિટને સ્પર્શ્યા
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, NSE પર કુલ 2,412 શેર ટ્રેડ થઈ રહ્યા છે, જેમાંથી 1,109 શેર વધીને ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે 1,202 શેર ઘટયા છે. જ્યારે 101 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. 83 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે, જ્યારે 13 શેર 52 સપ્તાહના નીચલા સ્તરને સ્પર્શ્યા છે. આ સિવાય 54 શેર અપર સર્કિટ અને 40 શેર લોઅર સર્કિટને સ્પર્શ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Share Markets at highs : સેન્સેક્સ-નિફ્ટી એ સર્જ્યા નવા રેકોર્ડ, આ 10 શેર્સમાં આવી તોફાની તેજી
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)