News Continuous Bureau | Mumbai
Share Market crash : હાલ લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે શેરબજાર જોરદાર તૂટ્યું છે. સેન્સેક્સ 3,707અંકોના કડાકા સાથે72,761.77ના સ્તર પર આવી ગયો છે દરમિયાન નિફ્ટીમાં 1,169.35 પોઈન્ટ ના કડાકા સાથે 22,094.55 પર આવી ગયો છે.
Share Market crash : કંપનીઓનું મૂલ્ય ફરી એકવાર રૂ. 5 ટ્રિલિયનથી નીચે આવી ગયું
આ કડાકાના પગલે રોકાણકારોને શરૂઆતના સત્રમાં જ 11 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ત્યારે BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું મૂલ્ય ફરી એકવાર રૂ. 5 ટ્રિલિયનથી નીચે આવી ગયું છે. પ્રારંભિક સત્રના ટ્રેડિંગમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનો સંયુક્ત એમકેપ ડૉલરના સંદર્ભમાં ઘટીને રૂ. 4.95 ટ્રિલિયન થયો હતો.
Share Market crash : કોલ ઈન્ડિયા, એસબીઆઈ, એનટીપીસીમાં 9 ટકાથી વધુનો ઘટાડો
શેરબજારમાં સુનામી વચ્ચે અદાણી ગ્રુપના શેર તૂટ્યા. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં અદાણી પોર્ટ્સ લગભગ 13 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર છે. અદાણી એન્ટરપ્રાઇઝ 12.71 ટકા ઘટ્યો છે. આ સિવાય કોલ ઈન્ડિયા, એસબીઆઈ, એનટીપીસીમાં 9 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)