Site icon

Share Market crash : ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 3700 પોઈન્ટથી વધુ તૂટ્યો; માર્કેટ કેપ 5 ટ્રિલિયનથી નીચે

Share Market crash : ફરી એકવાર એક્ઝિટ પોલના પરિણામો નિષ્ફળ રહ્યા છે. તેની સીધી અસર શેરબજાર પર જોવા મળી છે. જ્યારે બજાર 9:15 વાગ્યે ખુલ્યું ત્યારે તે સ્પષ્ટ હતું કે ND 400 બેઠકો જીતવાનો દાવો કરવાથી દૂર રહેશે. એક્ઝિટ પોલ દ્વારા એનડીએના ખાતામાં આવવાની આગાહી કરાયેલી બેઠકોની સંખ્યા પણ અંતિમ પરિણામોમાં સાચી સાબિત થતી જણાતી નથી.

Share Market crash Bloodbath on Dalal Street, Nifty, Sensex tumble nearly 4% each

Share Market crash Bloodbath on Dalal Street, Nifty, Sensex tumble nearly 4% each

News Continuous Bureau | Mumbai 

Share Market crash : હાલ લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે શેરબજાર જોરદાર તૂટ્યું છે. સેન્સેક્સ 3,707અંકોના કડાકા સાથે72,761.77ના સ્તર પર આવી ગયો છે દરમિયાન નિફ્ટીમાં 1,169.35 પોઈન્ટ ના કડાકા સાથે 22,094.55 પર આવી ગયો છે. 

Join Our WhatsApp Community

Share Market crash : કંપનીઓનું મૂલ્ય ફરી એકવાર રૂ. 5 ટ્રિલિયનથી નીચે આવી ગયું

આ કડાકાના પગલે રોકાણકારોને શરૂઆતના સત્રમાં જ 11 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. ત્યારે BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું મૂલ્ય ફરી એકવાર રૂ. 5 ટ્રિલિયનથી નીચે આવી ગયું છે. પ્રારંભિક સત્રના ટ્રેડિંગમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનો સંયુક્ત એમકેપ ડૉલરના સંદર્ભમાં ઘટીને રૂ. 4.95 ટ્રિલિયન થયો હતો.

Share Market crash : કોલ ઈન્ડિયા, એસબીઆઈ, એનટીપીસીમાં 9 ટકાથી વધુનો ઘટાડો

શેરબજારમાં સુનામી વચ્ચે અદાણી ગ્રુપના શેર તૂટ્યા. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં અદાણી પોર્ટ્સ લગભગ 13 ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર છે. અદાણી એન્ટરપ્રાઇઝ 12.71 ટકા ઘટ્યો છે. આ સિવાય કોલ ઈન્ડિયા, એસબીઆઈ, એનટીપીસીમાં 9 ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
Exit mobile version