News Continuous Bureau | Mumbai
Share Market crash :ભારતીય શેરબજારે આજે ઘટાડા સાથે શરૂઆત કરી છે અને સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાન સાથે ખુલ્યા છે. નબળા વૈશ્વિક સંકેતો અને સ્થાનિક રોકાણકારોની ઓછી ખરીદીને કારણે આજે શેરબજાર ( Share market news ) માંથી ઉત્સાહ ગાયબ થઇ ગયો છે. ચૂંટણીના પરિણામો પહેલા માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોને ફરી ખોટનો સામનો કરવો પડ્યો છે. આજે શેરબજારની સાથે ભારતીય ચલણમાં પણ ઘટાડો થયો છે. આજે સેન્સેક્સ 416 પોઈન્ટ અને નિફ્ટી 125 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. ડોલર સામે રૂપિયો 9 પૈસા તૂટ્યો છે.
Share Market crash :શેરબજારની શરૂઆત કેવી રહી?
BSE સેન્સેક્સ 343.52 પોઈન્ટ અથવા 0.46 ટકાના ઘટાડા સાથે 74,826 ના સ્તર પર ખુલ્યો. NSEનો નિફ્ટી 125.40 પોઈન્ટ અથવા 0.55 ટકાના ઘટાડા સાથે 22,762 પર ખુલ્યો હતો. (sensex nifty down )આ ઘટાડાના પગલે સેન્સેક્સ આજે 75 હજારથી નીચે આવી ગયો ( Share Market crash) છે અને બેન્ક નિફ્ટીમાં પણ ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે.
Share Market crash :લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા માર્કેટમાં પ્રોફિટ બુકિંગનો દબદબો
લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે જેના કારણે શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. દરમિયાન, બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં સ્થાનિક સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો હતો અને સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં બજારમાં ઘટાડો ( share market down )નોંધાયો હતો.નોંધનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવવાના છે અને આને લઈને બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Share Market Close: ચૂંટણી પરિણામો પહેલા શેર બજાર ઉંધા માથે પટકાયું; સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો..
Share Market crash :વૈશ્વિક બજારોની શું સ્થિતિ હતી?
આજે સવારે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, હોંગકોંગનો હેંગસેંગ અને જાપાનનો નિક્કી ખોટમાં હતો. જોકે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નફામાં કારોબાર કરતો જોવા મળ્યો હતો. આ સિવાય મંગળવારે અમેરિકન બજારો મિશ્ર વલણ સાથે બંધ થયા હતા, જેના કારણે ભારતીય શેરબજારને કોઈ ખાસ સમર્થન મળી શક્યું નથી.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)