Share Market crash : બજેટ પહેલા માર્કેટ ઉંધા માથે પટકાયું,  રોકાણકારોના અધધ આટલા લાખ કરોડ ડૂબ્યાં, આ શેર એ રાતા પાણીએ રોવડાવ્યા.. 

  Share Market crash : ભારતીય શેરબજારમાં ચાર દિવસની રેકોર્ડબ્રેક તેજી શુક્રવારે થંભી ગઈ હતી. વૈશ્વિક બજારના નબળા વલણો વચ્ચે બજાર નવી ટોચે પહોંચ્યા બાદ રોકાણકારોએ નફો બુક કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ ક્વાર્ટરના પરિણામો પહેલા દેશની સૌથી મૂલ્યવાન (MCap) કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઘટાડાથી પણ બજાર પર દબાણ જોવા મળ્યું હતું.

by kalpana Verat
Share Market crash Rs 8 lakh cr gone as Sensex, Nifty fall from record highs

  News Continuous Bureau | Mumbai

  Share Market crash : આજે કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ભારે ઘટાડા સાથે બંધ થયું છે. એનર્જી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ નીચે બંધ થયા છે. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 739 પોઈન્ટ ઘટીને 80,604 પોઈન્ટ પર તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 270 પોઈન્ટ ઘટીને 24,530 પોઈન્ટ પર બંધ થયો છે.

Share Market crash : રોકાણકારોને રૂ. 8 લાખ કરોડનું નુકસાન થયું  

ભારતીય શેરબજારમાં બોલાયેલા કડાકાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 446.25 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 454.32 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 8.07 લાખ કરોડનું નુકસાન થયું છે.

Share Market crash : આજના ટોપ લુઝર્સ અને ટોપ ગઇનર્સ 

આજના સત્રમાં વધતા શેરો પર નજર કરીએ તો ઈન્ફોસિસ 1.92 ટકા, ITC 0.89 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.53 ટકા, એચસીએલ ટેક 0.03 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં ટાટા સ્ટીલ 5.17 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 4.36 ટકા, એનટીપીસી 3.51 ટકા, ટાટા મોટર્સ 3.43 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 3.28 ટકા, ટેક મહિન્દ્રા 3.16 ટકા, વિપ્રો 2.78 ટકા, પાવર ગ્રીડ 2.58 ટકા, ફાઇનાન્સ 2.41 ટકા, રિજે.21 ટકા. રૂ.ના ઘટાડા સાથે બંધ થયો છે.

આ સમાચાર પણ વાંચો  : Microsoft Global Outage : મીડિયા, બેકીંગ, શેરબજાર, સુપર માર્કેટ….ઠપ્પ, અચાનક આખી દુનિયા કેમ થંભી ગઈ? , શું છે બ્લુ સ્ક્રીન ઓફ ડેથ; જાણો

Share Market crash : વેચવાલી વચ્ચે આ શેરમાં ઉછાળો 

આજના કારોબારી સત્રમાં કોઈ સેક્ટર વધારા સાથે બંધ થયું નથી. ઘટનારાઓમાં એનર્જી સેક્ટરના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1173 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, એફએમસીજી, ફાર્મા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને બેન્કિંગ શેરો નુકસાન સાથે બંધ થયા છે. ઈન્ડિયા વિક્સ, માર્કેટ વોલેટિલિટી માપનાર ઈન્ડેક્સ 2.14 ટકાના વધારા સાથે 14.82 પર બંધ રહ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More