News Continuous Bureau | Mumbai
Share market crash: કારોબારી સપ્તાહનો પ્રથમ ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર ( Share Market ) માટે ઘણો નિરાશાજનક સાબિત થયો છે. આજના કારોબારમાં દિવસભરની વધઘટ બાદ બજાર લાલ નિશાન ( Red zone ) માં બંધ થયું છે. જોકે સવારે બજાર શાનદાર ઉછાળા ખુલ્યું હતું. પરંતુ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે બપોર બાદ બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ ( Sensex ) 354 પોઈન્ટના ઘટાડા સાથે 71,731 પોઈન્ટ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ( nifty ) 82 પોઈન્ટના ઘટાડા સાથે 21,771 પોઈન્ટ પર બંધ થયો છે.
નિફ્ટી સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયું
આજના કારોબારમાં ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. પરંતુ બેન્કિંગ, આઈટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સિયલ સેક્ટર, ઈન્ફ્રા, એફએમસીજી સેક્ટરના શેર્સ ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી, જેના કારણે નિફ્ટી સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયો હતો.
જોકે આજે શેરબજારમાં તીવ્ર ઘટાડા છતાં ફાર્મા શેરોમાં વધારાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં કોઈ ફેરફાર થયો નથી. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રેકોર્ડ રૂ. 382.67 લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 382.74 લાખ કરોડ હતું.
આ સમાચાર પણ વાંચો : Fifa World Cup : ન્યુ જર્સીમાં યોજાશે 2026 FIFA વર્લ્ડ કપની ફાઇનલ, કુલ આટલા શહેરો કરશે ટુર્નામેન્ટની યજમાની…
ડોલર સામે રૂપિયો 8 પૈસા ઘટીને બંધ રહ્યો
આજે ડોલર સામે રૂપિયો 8 પૈસા ઘટીને બંધ રહ્યો હતો. આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં, ડોલર સામે રૂપિયો 83.03 પર ખૂલ્યો હતો અને 83.00 થી 83.07 ની સાંકડી રેન્જમાં ટ્રેડ થયો હતો. ગ્રીનબેક સામે રૂપિયો આખરે 83.06 (કામચલાઉ) પર બંધ થયો, જે તેના અગાઉના બંધ કરતાં 8 પૈસા નીચો છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 82.98 પર સ્થિર બંધ રહ્યો હતો
આજના વધતા અને ઘટતા શેર
આજના ટ્રેડિંગમાં ટાટા મોટર્સ 6.33 ટકા, પાવર ગ્રીડ 3.79 ટકા, ટાટા સ્ટીલ 2.81 ટકા, સન ફાર્મા 2.75 ટકા, NTPC 2.24 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ભારતી એરટેલ 2.69 ટકા, બજાજ ફાઇનાન્સ 1.78 ટકા, બજાજ ફિનસર્વ 1.47 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)