Site icon

Share Market Crash: સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ધડામ,રુપિયો અમેરિકી ડૉલરની સામે તૂટી રેકોર્ડ તળિયે; અધધ આટલા લાખ કરોડ રૂપિયા થયા સ્વાહા..

Share Market Crash: ભારતીય રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. ડોલરની વધતી મજબૂતાઈ વચ્ચે ભારતીય રૂપિયો તેના સર્વકાલીન નીચલા સ્તરે પહોંચી ગયો છે. સોમવારે રૂપિયાની દુર્દશા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી, પહેલી વાર ભારતીય રૂપિયો 86 થી ઉપર પહોંચ્યો હતો. ભારતીય રૂપિયાના ઘટાડાનું સૌથી મોટું કારણ ડોલરની મજબૂતાઈ છે

Share Market Crash Sensex extends losing streak to 4th day, tanks 1,049 pts; Nifty below 23,100

Share Market Crash Sensex extends losing streak to 4th day, tanks 1,049 pts; Nifty below 23,100

News Continuous Bureau | Mumbai

Share Market Crash: આજે મહાકુંભના પહેલા દિવસે 40 લાખ લોકોએ ગંગામાં ડૂબકી લગાવી છે. બીજી તરફ, કારોબારી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રના અંત પહેલા સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે શેરબજારના રોકાણકારોના 25 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ શેરબજારના  રોકાણકારોને  13 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે  

Join Our WhatsApp Community

Share Market Crash:  ડોલર સામે રૂપિયામાં પણ મોટો ઘટાડો

મહાકુંભમાં ફક્ત ભક્તો અને શેરબજાર જ ડૂબકી લગાવી નથી. આજે ડોલર સામે રૂપિયામાં પણ મોટો ઘટાડો થયો છે. જે પહેલી વાર 86 રૂપિયાને પાર કરી ગયો. આ જ કારણ છે કે શેરબજારના રોકાણકારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. શેરબજારમાં ઘટાડાનું કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સંભવિત ફુગાવાના આંકડા પણ માનવામાં આવી રહ્યા છે.  

Share Market Crash: શેરબજારમાં મોટો ઘટાડો

આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ટ્રેડિંગ સત્ર દરમિયાન 1,129.19 પોઈન્ટ ગગડી ગયો અને દિવસના નીચલા સ્તર 76,249.72 પોઈન્ટ પર પહોંચ્યો. જોકે, શુક્રવારે સેન્સેક્સ 76,629.90 પોઈન્ટના મોટા ઘટાડા સાથે ખુલ્યો હતો અને 77,378.91 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ સમાચાર પણ વાંચો:  Share Market Down : HMPV આઉટબ્રેકથી શેરબજાર ફફડ્યું, સેન્સેક્સ-નિફટીમાં મોટો કડાકો… રોકાણકારોને થયું મોટું નુકસાન..

બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક નિફ્ટી 50 માં પણ ટ્રેડિંગ સત્ર દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો. માહિતી અનુસાર, ટ્રેડિંગ સત્ર દરમિયાન નિફ્ટી 384.25 પોઈન્ટ ઘટીને દિવસના સૌથી નીચા સ્તરે 23,047.25 પોઈન્ટ પર પહોંચી ગયો. જોકે, શુક્રવારે તે 23,195.40 પોઈન્ટ પર ખુલ્યો અને 23,431.50 પોઈન્ટ પર બંધ થયો.

Share Market Crash: આ શેરોમાં ઘટાડો જોવા મળ્યો 

જો આપણે ઘટતા શેરની વાત કરીએ તો, નેશનલ સ્ટોક એક્સચેન્જ પર અદાણી એન્ટરપ્રાઇઝના શેર 6 ટકાથી વધુ ઘટ્યા છે. જ્યારે ટ્રેન્ટના શેરમાં પણ લગભગ 6 ટકાનો ઘટાડો થયો હતો. બીપીસીએલના શેરમાં 4.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો. BEL અને અદાણી પોર્ટના શેર 4 ટકા ઘટ્યા. BSE પર Zomatoના શેર લગભગ 7 ટકા ઘટ્યા, Tata Steez 3 ટકા વધ્યા, Tata Motors, Tech Mahindra અને Mahindra & Mahindra ના શેર 3 ટકાથી વધુ ઘટ્યા. તેનાથી વિપરીત, NSE પર એક્સિસ બેંક, TCS, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ડસઇન્ડ બેંક, HCL ટેકના શેરમાં 1 ટકાથી ઓછો વધારો જોવા મળ્યો.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

 

Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Ladli Behen Yojana Installment: સંક્રાંતિ પર ‘લાડલી બહેન’ ને ઝટકો કે ભેટ? ₹3000 જમા કરવાના સરકારના નિર્ણય સામે કોંગ્રેસ લાલઘૂમ, જાણો શું છે મામલો
PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
Exit mobile version