Site icon

Share Market crash : શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 667 પોઈન્ટનો કડાકો; રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા..

Share Market crash : આજે દિવસના ટ્રેડિંગ પછી BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી આખરે ભારે નુકસાન સાથે બંધ થયા. BSE સેન્સેક્સ 667 પોઈન્ટના ઘટાડા સાથે 74503 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 183 પોઈન્ટના ઘટાડા સાથે 22705 પોઈન્ટ પર બંધ થયો હતો. દિવસના કામકાજ દરમિયાન શેરબજારમાં નોંધપાત્ર વધઘટ નોંધાઈ હતી.

Share Market crash Sensex falls 668 pts, Nifty slips to 22,700; bank, realty top drags

Share Market crash Sensex falls 668 pts, Nifty slips to 22,700; bank, realty top drags

 News Continuous Bureau | Mumbai 

Share Market crash : ભારતીય શેરબજારોમાં આજે બુધવારે સતત ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં સવારથી જ ઘટાડો ( Stock market crash ) જોવા મળ્યો હતો. સેન્સેક્સ 75 હજારથી નીચે આવીને 74,826 પર ખૂલ્યો હતો. નિફ્ટી પણ 125.40 પોઈન્ટ ઘટીને 22,762 પર ખુલ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 658.50 પોઈન્ટ તૂટીને 74,511.95 પર જ્યારે નિફ્ટી 182.35 પોઈન્ટ તૂટીને 22,705.80 પર બંધ થયો હતો. આ ઘટાડાથી શેરબજારમાં રોકાણકારોને રૂ. 1.83 લાખ કરોડનું નુકસાન થયું છે.

Join Our WhatsApp Community

Share Market crash : રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું

દેશની 18મી લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હોવાથી શેરબજારમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી ( Sensex Nifty down ) સતત નાણાં ઉપાડી રહ્યાં છે. આ ઉપરાંત વૈશ્વિક બજારોમાં નબળા સંકેતો અને વિદેશી અને સ્થાનિક રોકાણકારોની ઓછી ખરીદીને કારણે શેરબજારોમાં દિવસભર ઘટાડો ચાલુ રહ્યો હતો. 

 Share Market crash : માર્કેટ કેપમાં આજે રૂ 1.83 લાખ કરોડનો ઘટાડો 

BSE-લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી 29 મેના રોજ ઘટીને રૂ. 415.09 લાખ કરોડ થઈ હતી. અગાઉના ટ્રેડિંગ દિવસે તે રૂ. 416.92 લાખ કરોડ હતી. લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે રૂ 1.83 લાખ કરોડનો ઘટાડો થયો છે.

Share Market crash : ટોપ લુઝર અને ટોપ ગેઇનર

હીરો મોટો કોર્પ, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક્નોલોજીસ, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સના શેર નિફ્ટી પર તૂટ્યા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, ભારત પેટ્રોલિયમ, અદાણી પોર્ટ્સ અને યુપીએલ ટોપ ગેઇનર હતા. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, ટાટા મોટર્સ, એસબીઆઈ અને ઈન્ડસઈન્ડ બેંક સેન્સેક્સમાં ટોપ ગેઇનર હતા. સેન્સેક્સમાં કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક્નોલોજીસ, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા અને ઈન્ફોસીસ ટોપ લુઝર હતા.

આ સમાચાર પણ વાંચો: Share Market crash : શેર બજાર ફરી ઉંધા માથે પટકાયું, સેન્સેક્સ નિફ્ટી ઐતિહાસિક ટોચથી તૂટ્યા..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Maharashtra:થાણેમાં માર્ગ અકસ્માતનો તાંડવ: તેજ રફતાર કારની ટક્કરે ૪નો જીવ લીધો! શિવસેના નેતાની પત્ની સહિત ૪ ઘાયલ, CCTV ફૂટેજથી ખુલાસો
Donald Trump: ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની કડવાશ દૂર? વ્હાઇટ હાઉસના ડિનર બાદ ટેસ્લાના માલિકે કેમ કહ્યું ‘Thank You’?
Exit mobile version