Share Market Crash: અમેરિકાનો એક નિર્ણય અને ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો…

Share Market Crash sensex plunges over 1000 points in earlytrade nifty witness big fall

News Continuous Bureau | Mumbai

Share Market Crash:  વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાના શેરબજારોમાં ભારે ઘટાડા બાદ આજે ભારતીય શેરબજાર પણ તૂટ્યું છે. વાસ્તવમાં, ગઈકાલે રાત્રે ફેડ રેટ કટના નિર્ણય પછી, અમેરિકન બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રે યુએસ ફેડરલ રિઝર્વ બેંકે 0.25 ટકાના દરમાં ઘટાડો જાહેર કર્યો છે, આ સતત ત્રીજી વખત છે જયારે ઘટાડો કરવામાં આવ્યો હોય. જેના કારણે બજારનો મૂડ બગડ્યો અને તેની અસર વૈશ્વિક બજાર સહિત ભારતીય શેરબજારમાં જોવા મળી છે.

Share Market Crash:સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો

આજે કારોબારી સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 900 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો છે, જ્યારે નિફ્ટી પણ 321 પોઈન્ટ્સ તૂટ્યો છે. US Fed એ અપેક્ષા મુજબ વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે, છતાં વિશ્વભરમાં ભારે વેચવાલી વચ્ચે સ્થાનિક બજારો પણ તૂટ્યા છે. જ્યારે યુએસ ફેડએ 2025માં માત્ર બે રેટ કટનો સંકેત આપ્યો હતો, ત્યારે બજાર તૂટી ગયું હતું. તેના કારણે સેન્સેક્સ 79000 ની નજીક અને નિફ્ટી પણ 23900 ની નીચે ગબડ્યો અને BSE અને NSE બંનેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એફએમસીજી સિવાય તમામ ઈન્ડેક્સમાં 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે એફએમસીજીનો નિફ્ટી ઇન્ડેક્સ પણ લગભગ ફ્લેટ છે.

Share Market Crash:BSEનું માર્કેટ કેપ કેટલું ઘટ્યું?

BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 5.93 લાખ કરોડનો ઘટાડો થયો છે, એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 5.93 લાખ કરોડનો ઘટાડો થયો છે. હાલમાં સેન્સેક્સ 1001 પોઈન્ટના ઘટાડા સાથે 79,172 પર અને નિફ્ટી 291 પોઈન્ટના ઘટાડા સાથે 23,907 પર ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 1162 પોઈન્ટ્સ અને નિફ્ટી 328 પોઈન્ટ્સ તૂટ્યો હતો.

આ સમાચાર પણ વાંચો  : Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં  અથડામણ, સેનાએ આટલા આતંકવાદીને ઠાર માર્યા, 2 જવાન ઘાયલ; ઓપરેશન ચાલુ…

Share Market Crash: રોકાણકારોની સંપત્તિમાં ભારે ઘટાડો

એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે બુધવારે, BSE પર સૂચિબદ્ધ તમામ શેર્સની કુલ માર્કેટ કેપ રૂ. 4,52,60,266.79 કરોડ હતી. ગુરુવારે બજાર ખુલતાની સાથે જ તે ઘટીને 4,46,66,491.27 કરોડ રૂપિયા થઈ ગયું. મતલબ કે રોકાણકારોની મૂડીમાં રૂ. 5,93,775.52 કરોડનો ઘટાડો થયો છે.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)