News Continuous Bureau | Mumbai
Share market crash : સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ ( Trading ) દિવસે ભારતીય શેરબજારની ( Indian Stock Market ) શરૂઆત સપાટ થઈ હતી. બપોરના વેપારમાં ઇક્વિટી બેન્ચમાર્ક ( Equity Benchmark ) સૂચકાંકો નબળા પડ્યા કારણ કે વ્યાપક ( Trade ) બજારોને તીવ્ર નુકસાન ( losses ) થયું હતું. બીએસઈ ( BSE ) સેન્સેક્સ ( Sensex ) 734.37 પોઈન્ટ તૂટીને 64,663.25 પર આવી ગયો છે. જ્યારે NSE નિફ્ટી ( Nifty ) પણ 247.15થી ઘટીને 19,295.50 નીચે ટ્રેડ થઇ રહ્યો છે. .
4.28 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
માર્કેટમાં ઘટાડાની સ્થિતિ એ છે કે સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ કરી રહેલા કુલ 3884 શેરોમાંથી 2934 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને માત્ર 768 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. BSE પર ટ્રેડિંગના શેરોની માર્કેટ મૂડીમાં આ ઘટાડાને કારણે 4.28 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 314.61 લાખ કરોડ થયું છે જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 318.89 લાખ કરોડ હતું.
આ સમાચાર પણ વાંચો : Mumbai Fire : કાંદિવલી વિસ્તારની એક બિલ્ડીંગમાં ભીષણ આગ; બેના મોત, ત્રણ ઘાયલ. જુઓ વીડિયો
બજાર સતત ચોથા દિવસે ઘટ્યું હતું
મિડ કેપ શેરો પર નજર કરીએ તો, લૌરસ લેબ્સ 10.56 ટકા, બેન્ક ઓફ ઈન્ડિયા 6.02 ટકા, ટાટા ટેલિસર્વિસિસ 5.95 ટકા, ટ્રાઇડેન્ટ 4.79 ટકા, યુનિયન બેન્ક 4.75 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહી છે. સ્મોલ કેપ શેરોમાં, BEML 7.77 ટકાના ઘટાડા સાથે, અંબર એન્ટરપ્રાઇઝ 7.57 ટકાના ઘટાડા સાથે, સિક્વન્ટ સાયન્ટિફિક 10.86 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યું છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઈન્ડેક્સની સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 255 પોઇન્ટના ઘટાડા સાથે 65146 પોઇન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 112 પોઈન્ટના ઘટાડા સાથે 19,430 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.