News Continuous Bureau | Mumbai
Share Market fall : છેલ્લા ત્રણ દિવસથી ભારતીય શેરબજારમાં વેચવાલી ચાલુ છે, જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેર વધુ ઘટ્યા છે. જો કે, લાર્જ કેપમાં કેટલાક શેરોને બાદ કરતાં અન્ય શેરોને નુકસાન થયું છે. આજે કારોબારના અંતે નિફ્ટી 222 પોઈન્ટ ઘટીને 24,750 પર ,તો સેન્સેક્સ 494 પોઈન્ટ ઘટીને 81,0006 પર બંધ થયો છે .
Share Market fall : સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટર્સમાં
મહત્વનું છે કે માત્ર ત્રણ દિવસમાં બંને ઈન્ડેક્સ લગભગ 1.5 ટકા ઘટ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો આજે અનુક્રમે 1.53 ટકા અને 1.23 ટકા ઘટ્યા છે. આઈટી સિવાય બીએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જો નિફ્ટી સેક્ટરની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટર્સમાં જોવા મળ્યો છે. માત્ર આઈટી સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે.
Share Market fall : રોકાણકારોના 6 લાખ કરોડનું નુકસાન
શેરબજારમાં આજે બોલાયેલા કડાકાના કારણે BSE માર્કેટ કેપ રૂ. 4,63,29,045.07 થી રૂ. 6 લાખ કરોડ ઘટીને રૂ. 4,57,27,893 થયું છે. આજે છેલ્લા ત્રણ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. તેની પાછળનું કારણ એ છે કે કેટલાક હેવીવેઇટ શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Stock Market updates : શેરબજાર ખૂલતાની સાથે કડાકો, સેન્સેક્સ નિફટી બંને લાલ નિશાનમાં; રોકાણકારો ચિંતામાં…
Share Market fall : ઈન્ફોસિસના શેર વધીને બંધ થયા
શેરબજારમાં ઘટાડાને કારણે BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 21ના ભાવ ઘટ્યા હતા, જ્યારે 9 શેરોમાં તેજી જોવા મળી હતી. ઈન્ફોસિસના શેર 2.58 ટકા વધીને બંધ થયા છે. સૌથી વધુ ઘટાડો નેસ્લે ઈન્ડિયાના શેરમાં થયો હતો, જે 3.39 ટકા ઘટીને રૂ. 2379.70 પર બંધ થયો હતો. આ પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Join Our WhatsApp Community