Share Market fall : શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 495 પોઈન્ટ તૂટ્યો; રોકાણકારોને થયું મોટું નુકસાન..

Share Market fall : આજ શેરબજારના સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 494 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 81,006.61 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 221 પોઈન્ટના ઘટાડા સાથે 24,749.85 પોઈન્ટ પર બંધ થયો હતો. મિડકેપ શેરોમાં પણ દિવસભર અસ્થિરતા રહી હતી. નિફ્ટી મિડકેપ 50 બજાર બંધ થતાં 259 પોઈન્ટના ઘટાડા સાથે 16,399.20 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

by kalpana Verat
Share Market fall Nifty at 24,750, Sensex falls 495 pts; autos drag, IT shines

News Continuous Bureau | Mumbai

Share Market fall : છેલ્લા ત્રણ દિવસથી ભારતીય શેરબજારમાં વેચવાલી ચાલુ છે, જેના કારણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેર વધુ ઘટ્યા છે. જો કે, લાર્જ કેપમાં કેટલાક શેરોને બાદ કરતાં અન્ય શેરોને નુકસાન થયું છે.  આજે કારોબારના અંતે નિફ્ટી 222 પોઈન્ટ ઘટીને 24,750 પર ,તો સેન્સેક્સ 494 પોઈન્ટ ઘટીને 81,0006 પર બંધ થયો છે .

Share Market fall : સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટર્સમાં

મહત્વનું છે કે માત્ર ત્રણ દિવસમાં બંને ઈન્ડેક્સ લગભગ 1.5 ટકા ઘટ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો આજે અનુક્રમે 1.53 ટકા અને 1.23 ટકા ઘટ્યા છે. આઈટી સિવાય બીએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ પણ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. જો નિફ્ટી સેક્ટરની વાત કરીએ તો સૌથી મોટો ઘટાડો ઓટો સેક્ટર્સમાં જોવા મળ્યો છે. માત્ર આઈટી સેક્ટરમાં સુધારો જોવા મળ્યો છે.

Share Market fall : રોકાણકારોના 6 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં આજે બોલાયેલા કડાકાના કારણે BSE માર્કેટ કેપ રૂ. 4,63,29,045.07 થી રૂ. 6 લાખ કરોડ ઘટીને રૂ. 4,57,27,893 થયું છે. આજે છેલ્લા ત્રણ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. તેની પાછળનું કારણ એ છે કે કેટલાક હેવીવેઇટ શેર્સમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market updates : શેરબજાર ખૂલતાની સાથે કડાકો, સેન્સેક્સ નિફટી બંને લાલ નિશાનમાં; રોકાણકારો ચિંતામાં…

Share Market fall : ઈન્ફોસિસના શેર વધીને બંધ થયા

શેરબજારમાં ઘટાડાને કારણે BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 21ના ભાવ ઘટ્યા હતા, જ્યારે 9 શેરોમાં તેજી જોવા મળી હતી. ઈન્ફોસિસના શેર 2.58 ટકા વધીને બંધ થયા છે. સૌથી વધુ ઘટાડો નેસ્લે ઈન્ડિયાના શેરમાં થયો હતો, જે 3.39 ટકા ઘટીને રૂ. 2379.70 પર બંધ થયો હતો. આ પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More