Share Market High : શેરબજારમાં જોરદાર તેજી, આજે ફરી સેન્સેક્સ નિફ્ટી પહોંચ્યા નવી ટોચે; આ સેક્ટરના શેરોએ રોકાણકારોને કરાવી કમાણી..

Share Market High Sensex, Nifty hit new peaks for sixth session; all sectoral indices close in green

 News Continuous Bureau | Mumbai

Share Market High : કારોબારી સપ્તાહના ચોથા દિવસે, ગુરુવારે 26 સપ્ટેમ્બરે શેરબજારમાં તેજીનો દોર ચાલુ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીએ સતત છઠ્ઠા દિવસે રેકોર્ડ ઊંચાઈને સ્પર્શ કર્યો હતો. સેન્સેક્સ 666 પોઈન્ટ ઉછળ્યો. જ્યારે નિફ્ટી બાઉન્સર 26,200ની નજીક પહોંચી ગયો હતો. BSE સેન્સેક્સ 666.25 અંક ઉછળીને 85,836.12 પોઈન્ટના તેના સર્વોચ્ચ સ્તરે અને NSE નિફ્ટી 211.90 પોઈન્ટના વધારા સાથે 26,216.05ની નવી ટોચ પર બંધ રહ્યો. 

Share Market High :  ઓટો સેક્ટરના શેરમાં સૌથી વધુ ઉછાળો 

સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધ્યા અને 4 ઘટ્યા. નિફ્ટીના 50 શેરોમાંથી 41 વધ્યા અને 9 ઘટ્યા. એનએસઈના સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો ઓટો સેક્ટરના શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે. સૌથી વધુ ઉછાળો ઓટો અને બેન્કિંગ શેરોમાં જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક અને નિફ્ટી ઓટો બંને અનુક્રમે 54,467 અને 27,526 ની સર્વકાલીન ઉચ્ચ સપાટીને સ્પર્શ્યા હતા. જો કે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરાબ દેખાવ થયો હતો અને બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. 

Share Market High : સેન્સેક્સ નિફ્ટી નવી ટોચે

 ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 666.25 પોઈન્ટ્સ અથવા 0.78 ટકા વધીને 85,836.12 પર બંધ રહ્યો હતો. દિવસના કારોબારમાં સેન્સેક્સ 85,930.43ની નવી ટોચે પહોંચ્યો હતો. જ્યારે એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 181.85 પોઈન્ટ અથવા 0.70 ટકાના વધારા સાથે 26,186.00 પર બંધ થયો હતો. તે દિવસના કારોબારમાં 26,250.90ની નવી ટોચે  પહોંચ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Share Market Today: શેરબજારે રચ્યો ઈતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 85,000ને પાર, નિફ્ટીએ પણ બનાવ્યો રેકોર્ડ..

Share Market High : રોકાણકારો થયા ધનવાન

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન આજે વધીને રૂ. 476.98 લાખ કરોડ થઈ છે, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે 25 સપ્ટેમ્બર બુધવારના રોજ રૂ. 475.25 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 1.73 લાખ કરોડનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 1.73 લાખ કરોડનો વધારો થયો છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)