News Continuous Bureau | Mumbai
Share Market high : કારોબારી સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક રહ્યું છે. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. BSE સેન્સેક્સ માત્ર 20 પોઈન્ટના માર્જીનથી 85000ની રેકોર્ડ હાઈને પાર કરવામાં નિષ્ફળ ગયો હતો જ્યારે નિફ્ટી 44 પોઈન્ટના 26000ની ઐતિહાસિક હાઈને સ્પર્શવામાં પાછળ રહી ગયો હતો. જોકે, બેન્કિંગ, ઓટો, એફએમસીજી અને એનર્જી શેર્સમાં જોરદાર ખરીદીને કારણે BSE સેન્સેક્સ 384 પોઈન્ટના ઉછાળા સાથે 84,928 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 148 પોઈન્ટના ઉછાળા સાથે 25,939 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.નિફ્ટી બેંકમાં પણ આજે તેજીનું વલણ હતું. બેન્ક નિફ્ટી 312.60 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.
Share Market high : સેન્સેક્સના આ શેરમાં ઉછાળો
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 નુકસાન સાથે બંધ થયા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3.18 ટકા, SBI 2.35 ટકા, ભારતી એરટેલ 2.26 ટકા, HUL 1.54 ટકા, કોટક મહિન્દ્રા બેન્ક 1.49 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.42 ટકા, અદાણી પોર્ટ્સ 1.24 ટકા, ટાટા સ્ટીલ 1.22 ટકા, NTPC 1.03 ટકા, HDFC બેન્ક 0.98 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા.
Share Market high :આ શેરોમાં કડાકો
આજે શેરબજારમાં ઉછાળા છતાં ઘટેલા શેરોની યાદી પર નજર કરીએ તો, સ્મોલકેપ કેટેગરીમાં ફ્યુઝન શેર (-9.99%), એમક્લાઉડ શેર (-5.80%) લપસી ગયો, જ્યારે મિડકેપ કંપનીઓમાં સૌથી મોટો ઘટાડો ફોનિક્સ શેરમાં હતો જે 3.06% ઘટીને રૂ. 1802 થયો હતો. આ સિવાય ટોર્ન્ટ પાવર શેર (-2.57%), વોલ્ટાસ શેર (-2.39%), RVNL શેર (-1.88%), Paytm શેર (-1.83%) અને Alkem શેર (-1.70%) ઘટીને બંધ થયા.
Share Market high : માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર
શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ બંધ થવાના કારણે શેરબજારનું માર્કેટ કેપ નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ થયું છે. પ્રથમ વખત, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 476 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 471.71 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં માર્કેટ કેપમાં રૂ. 4.29 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)