News Continuous Bureau | Mumbai
Share Market Investment: મોટાભાગના લોકો શેરબજારમાંથી કમાણી કરવા ઈચ્છે છે પરંતુ બહુ ઓછા લોકો માર્કેટમાં સફળ રોકાણકાર ( Investment ) બની શકે છે. મોટા ભાગના રોકાણકારો પોતાની મેળે અથવા કોઈકે આપેલી ટિપ્સ સાથે રોકાણ કરે છે, જેમાં તેઓ વારંવાર નુકસાન ભોગવે છે. તેથી આજે જાણો કેટલીક એવી સરળ ટિપ્સ. જેને અપનાવીને તમે શેરબજારમાં પૈસા કમાવવાનું તમારું સપનું સાકાર કરી શકો છો.
શેરબજારમાં રોકાણ કરતી વખતે મહત્વની બાબત એ છે કે કોઈ પણ ટિપ્સ ક્યારે પણ સંપૂર્ણ રીતે સાચી હોતી નથી. તેથી તમારે હંમેશા કંપનીના પોર્ટફોલિયોનો અભ્યાસ કરીને રોકાણ કરવું જોઈએ. જેથી કરીને તમે બજારની તેજીનો મહત્તમ લાભ મેળવી શકો. તેમજ તમારા પોર્ટફોલિયોમાં બહુવિધ ક્ષેત્રોના સારો સ્ટોક રાખો. આવી સ્થિતિમાં જ્યારે શેરબજારમાં ( Share Market ) તેજી આવશે ત્યારે તમને ફાયદો થશે.
હંમેશા કંપનીના ગ્રોથને ધ્યાનમાં રાખીને સ્ટોક પસંદ કરો..
બજારમાં મોટા ભાગના લોકો માત્ર નુકસાન સહન કરે છે. કારણ કે તેમણે અગાઉ જ એવા શેર પસંદ કરી રાખ્યા હોય છે. જેની કિંમતમાં ઘટાડો આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, તમે ઘણી મોટી તકો ચૂકી જઈ શકો છે. જેના પરિણામે તમારે સ્ટોકમાં હંમેશા નુકસાન સહન કરવુ પડી શકે છે. તેથી યોગ્ય સમયે સ્ટોક વેચાણ ( Stock sale ) પર પણ ધ્યાન રાખો. જેના માટે તમે સ્ટોપલોસ વ્યૂહરચનાનો પણ ઉપયોગ કરી શકો.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: નાસિકથી પૂર્વોત્તર મુંબઈ, 13 સીટો પર NCPના ઉમેદવારોએ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી.. જાણો શું છે આગળની વ્યુરચના..
દરેક શેરબજારના રોકાણકારનું ( investors ) અંતિમ ધ્યેય પૈસા કમાવવાનું હોય છે. તેથી તમારે યોગ્ય સમયે નફો બુક કરવો જોઈએ. જેથી કરીને તમે લાભ મેળવતા રહો અને રોકાણમાં તમારો વિશ્વાસ પણ વધે કે તમે પણ શેરબજારમાંથી પૈસા કમાવી શકો છો.
નાના રોકાણકારો મોટાભાગે સસ્તા ભાવના શેરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેમના પોર્ટફોલિયોમાં રૂ. 10-15ના શેરનો ( Shares ) સમાવેશ કરે છે અને પછી જો તે ઘટી જાય તો ગભરાઈ જાય છે. ઘણા લોકો માને છે કે તેઓ સસ્તા શેરમાં ઓછું રોકાણ કરીને વધુ કમાણી કરી શકે છે, જે ખોટું છે. હંમેશા કંપનીના ગ્રોથને ધ્યાનમાં રાખીને સ્ટોક પસંદ કરો અને માત્ર એવી કંપનીઓમાં જ રોકાણ કરો કે જેનો બિઝનેસ સારો ચાલતો હોય, તેમજ બિઝનેસ ચલવનાર તેમનું મેનેજમેન્ટ પણ સારું હોય.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)