News Continuous Bureau | Mumbai
Share Market News : ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ સંદર્ભે અનિશ્ચિતતા ના વાતાવરણને કારણે શેર બજારમાં મોટી તેજીને અલ્પવિરામ લાગી શકે છે. વાત એમ છે કે શનિવારે મોડી રાત્રે ઈરાને જે રીતે ઇઝરાયેલ પર હુમલો કર્યો. તેને કારણે પશ્ચિમી દેશો ભડક્યા છે. હવે આ યુદ્ધ નવી દિશામાં આગળ વધી શકે છે જેને કારણે ઈઝરાયેલ પેલેસ્ટાઇન અને ઇરાન એમ બે મોરચે લડાઈ કરશે તેવી શક્યતા છે.
Israel Iran war : કયો દેશ કોને સપોર્ટ કરી રહ્યો છે?
એક તરફ પશ્ચિમી દેશો ઇઝરાયેલ સાથે ઉભા છે તો બીજી તરફ ચીન, રશિયા અને ઇસ્લામિક દેશો ઈરાન અને સીરિયા સાથે છે. આ પરિસ્થિતિમાં જો અમેરિકા અને રશિયા મેદાનમાં ઉતરશે તો વિશ્વયુદ્ધના ( World War ) મંડાણ થશે.
Israel Iran war : ભારત કોની તરફ છે?
ભારતની ( India ) ભૂમિકા ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધ સંદર્ભે હજી સ્પષ્ટ થઈ નથી. ભારત ઇઝરાયેલ નું ઘનિષ્ઠ મિત્ર છે તેમજ ઈરાન સાથે પણ સારા સંબંધ ધરાવે છે. ભારત ઈરાન પાસેથી નિયમિત ક્રૂડ ખરીદે છે. આ ઉપરાંત ભારતના રશિયા તેમજ અમેરિકા સાથે સંબંધ સારા છે. બીજી તરફ ભારતમાં ચૂંટણીનો ( Lok Sabha Election ) માહોલ છે. આ પરિસ્થિતિમાં ભારત યુદ્ધમાં ભાગ નહીં લે તે વાત નિશ્ચિત છે.
આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે ૧૪ એપ્રિલ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ
Share Market News: શેર બજાર કઈ તરફ જશે.
વૈશ્વિક યુદ્ધના વાતાવરણને કારણે શેરબજાર કઈ તરફ જશે તે સંદર્ભે મત મતાંતર પ્રવર્તે છે. એક તરફ ભારતની ઇકોનોમી ( Indian economy ) આગળ વધી રહી છે તો બીજી તરફ ભારતમાં ચૂંટણી પણ ચાલુ છે. લોકો એ વાત તરફ ધ્યાન આપી રહ્યા છે કે સ્પષ્ટ બહુમત સાથે કોની સરકાર બને છે. જોકે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા માટે હોટ ફેવરેટ છે. વૈશ્વિક યુદ્ધ થશે તો ઇન્ટરનેશનલ સપ્લાય ચેનમાં મોટો ગતિ રોધ આવશે. આ પરિસ્થિતિમાં ભારતનો વેપાર ખોરવાઈ શકે તેમ છે. આ જ કારણ છે કે સોમવારે બજાર નરમ રહેવાની શક્યતા વધુ છે. જો મીડાલીસ્ટમાં મોટું યુદ્ધ ફાટી નીકળશે તો બજાર કકડભૂસ થાય તે વાત નક્કી છે.