News Continuous Bureau | Mumbai
Share Market News: શેરબજારમાં તેજી રહેશે કે મંદિરે છે તેની ઉપર તમામની નજરો છે. ઈરાન અને ઇઝરાયલ ના યુદ્ધને ( Iran Israel War ) કારણે ગત સપ્તાહે બજારમાં મંદીનું જોર રહ્યું. આખા અઠવાડિયા દરમિયાન પાંચ દિવસ માંથી ચાર દિવસ સુધી શેરબજાર નીચે રહ્યું.
Share Market News: શેરબજારમાં તેજી હશે કે મંદિર?
ગત સપ્તાહે આખા અઠવાડિયા દરમિયાન સેન્સેક્સ 1156 જ્યારે કે નિફ્ટી 372 પોઇન્ટ નીચે રહ્યો. માત્ર શુક્રવારના દિવસે શેરબજારમાં ( Stock Market ) તેજી જોવા મળી અને સેન્સેક્સ લગભગ 600 જ્યારે કે નિફ્ટી 151 અંક ઉપર ગયો. જેને કારણે ઘણા લોકો એવું માને છે કે સોમવારે બજારમાં તેજી હશે.
Share Market News: આ પરિબળો શેરબજારને પ્રભાવિત કરશે.
શેરબજાર ઉપર જશે કે નીચે તે સંદર્ભે નિમ્નલિખિત મુદ્દાઓ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર છે.
૧) ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની નીતિ
૨) ભારતીય કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવાના શરૂ થશે
૩) બજારમાં ચાર આઈપીઓ ( IPO ) આવશે તેમજ ચાર નવા શેરનું લિસ્ટિંગ થશે.
૪) એફ આઈ આઈ એ જોરદાર માલ વેચ્યો હતો હવે શું કરે છે તે જોવાનું.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Elections 2024 : દક્ષિણ મુંબઈથી ભારતીય જનતા પાર્ટીનો કેન્ડિડેટ ચૂંટણી લડશે. આ બે નેતાઓમાંથી એક હશે ઉમેદવાર.
Share Market News: સોમવારે બજારમાં રોકાણકારોના પૈસા ડૂબશે કે વધશે.
આમ હાલ ભારતીય શેરબજાર ( Indian Share Market ) જે દિશામાં આગળ વધી રહ્યું છે તે જોઈને સોમવારના દિવસે શેર બજાર બહારી પરિબળોના આધારે છે. ગત સપ્તાહે 9.30 લાખ કરોડ જેટલું નુકસાન થઈ ગયા પછી રોકાણકારો સતર્ક થયા છે.
(ડિસ્ક્લેમર અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મીડિયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)