Stock Market Today: આજે રજાના દિવસે પણ ખુલ્યું શેર માર્કેટ, સ્પેશિયલ ટ્રેડિંગ ડે પર માર્કેટમાં ધમધમાટ, જાણો શું છે બજારમાં સ્થિતિ

Stock Market Today: શેરબજાર આજે શનિવારે ખાસ કરીને ડિઝાસ્ટર રિકવરી સાઇટના પરીક્ષણ માટે ખુલ્લું છે. આજે 2 સેશનમાં લાઈવ ટ્રેડિંગ થશે.જેમાં પ્રથમ સત્ર સવારે 9.15 થી 10 વચ્ચે હતું.

by Bipin Mewada
Share market opened today even on a holiday, market bustle on special trading day, know what is the situation in the market

News Continuous Bureau | Mumbai

Stock Market Today: સ્પેશિયલ ટ્રેડિંગ ડે એટલે કે શનિવાર (18 મે)ની શરૂઆતમાં શેરબજારમાં ઉછાળા સાથે ખુલ્યું હતું અને આ અવસર પર સેન્સેક્સ ફરી એકવાર 74000 પોઈન્ટને પાર કરી ગયો હતો. તો નિફ્ટી 10 પોઈન્ટના વધારા સાથે 22,500 પોઈન્ટની ઉપર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. જો કે બાદમાં શેરબજાર સપાટ રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શનિવારે સાપ્તાહિક રજા છે પરંતુ આજે શેરબજારમાં થોડા કલાકો માટે ટ્રેડિંગ ( Trading )  થઈ રહ્યું છે. 

શનિવાર હોવા છતાં આજે ભારતીય શેરબજારોમાં કામકાજ ચાલુ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ આજે 2 વિશેષ સત્ર યોજી રહ્યા છે. કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા એક્સચેન્જો દ્વારા બનાવવામાં આવેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાઇટના પરીક્ષણને ( Disaster Management Site Testing ) કારણે આ વિશેષ સત્ર રાખવામાં આવ્યું છે. આજે BSE અને NSE પરના ખાસ લાઇવ ટ્રેડિંગ સત્રોમાં, ઇન્ટ્રા-ડે કામગીરી પ્રાથમિક સાઇટથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર ખસેડવામાં આવી રહી છે. કામકાજને અસર કરી શકે તેવી કોઈપણ અણધારી ઘટનાનો સામનો કરવા માટે એક્સચેન્જને તૈયાર રાખવા માટે આ સત્રો યોજવામાં આવે છે.

 Stock Market Today: આજે બજાર 2 સેશનમાં ખુલશે…

આજે બજાર 2 સેશનમાં ( Trading Session ) ખુલશે. પ્રથમ સત્ર પ્રાઇમરી સાઇટ પર સવારે 9.15 થી 10 વચ્ચે હતું. જેમાં તમે લાઇવ ટ્રેડિંગ કરવાની સુવિધા મળી હતી. હવે બીજું સત્ર ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર સ્વિચ ઓવર કરવામાં આવશે. જેનો સમય 11:30 AM-12:30 PM ની વચ્ચે હશે. રોકડ અને F&O સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે. આ સિવાય તમામ શેરોમાં 5%ની સર્કિટ લિમિટ હશે.

આ સમાચાર પણ વાંચો :  Motorola Edge 50 Fusion: ભારતમાં લોન્ચ થયો મોટોરોલાનો આ ધમાકેદાર Motorola Edge 50 Fusion ફોન.. જાણો કિંમત અને ફીચર્સ..

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે નિફ્ટી સતત બીજા દિવસે વધારા સાથે 22466 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. સતત 11 ટ્રેડિંગ સેશનમાં ઘટાડા બાદ FIIએ શુક્રવારે કેશ માર્કેટમાં રૂ. 1616 કરોડની ખરીદી કરી છે. જો કે, સોમવારે શેરમાર્કેટ બંધ રહેશે તેની પણ નોંધ લો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Join Our WhatsApp Community

You may also like