Site icon

Share Market Today :શેરબજાર સતત બીજા દિવસે ધડામ, સેન્સેક્સ 644 અંકના ઘટાડા સાથે બંધ; રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા..

Share Market Today :ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું છે. સેન્સેક્સ 644.64 પોઈન્ટ અથવા 0.79 ટકા ઘટીને 80,951.99 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 203.75 પોઈન્ટ અથવા 0.82 ટકા ઘટીને 24,609.70 પર બંધ થયો. નિફ્ટી મીડિયા સિવાય, બધા ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ, સોના-ચાંદીના ભાવમાં વધારો અને અમેરિકામાં વધતા દેવાને કારણે આજે શેરબજાર ક્રેશ થયું છે.

Share Market Today Sensex crashes over 600 points, Nifty 50 closes near 24,600

Share Market Today Sensex crashes over 600 points, Nifty 50 closes near 24,600

 

Share Market Today : આજે કારોબારી સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે બપોરના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો.બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટ્યા. સેન્સેક્સ 644.64 પોઈન્ટ અથવા 0.79 ટકા ઘટીને 80,951.99 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 203.75 પોઈન્ટ અથવા 0.82 ટકા ઘટીને 24,609.70 પર બંધ થયો. નિફ્ટી મીડિયા સિવાય, બધા ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં હતા. આ પાછળના કારણો યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો, અમેરિકાની બગડતી આર્થિક સ્થિતિ અને વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતોને કારણે શેરબજારમાં ઘટાડો ગણાવી રહ્યા છે.  

Join Our WhatsApp Community

ગુરુવારે, સેન્સેક્સમાં M&M, પાવર ગ્રીડ, NTPC, ITC, નેસ્લે ઇન્ડિયા, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, RIL અને TCS સૌથી વધુ 2.84% સુધી ઘટ્યા હતા. સેન્સેક્સમાં ભારતી એરટેલ અને ઇન્ડસઇન્ડ બેંકના શેર માત્ર 0.54% સુધી જ વધી શક્યા.

Share Market Today : રોકાણકારોએ 3 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

આ બધાનું પરિણામ એ આવ્યું કે સેન્સેક્સ 1,005 પોઈન્ટ ઘટીને 80,591.68 પર અને નિફ્ટી 275 પોઈન્ટ ઘટીને 24,573 પર બંધ થયો. આજના સત્રમાં BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 438 લાખ કરોડ થયું, જે બુધવારે રૂ. 441.09 લાખ કરોડ હતું. આના કારણે આજે રોકાણકારોને 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Share Market Today : રોકાણકારોમાં ભયનું વાતાવરણ કેમ છે?

હકીકતમાં, બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે, રોકાણકારો હવે વધતા વ્યાજ દરો અંગે ચિંતિત છે કારણ કે જો વ્યાજ દર વધશે, તો કંપનીઓ માટે ઉધાર લેવું મોંઘું થઈ જશે. આના કારણે, ઘણા પ્રોજેક્ટ્સ અટકી જશે. પરિણામે, અર્થતંત્ર મંદીમાં સરી શકે છે. રોકાણકારોમાં ચિંતાનું બીજું કારણ ટ્રમ્પની કર નીતિ છે.

Share Market Today : આ બાબતોની શેરબજાર પર પણ અસર પડે છે

 અહેવાલ મુજબ, આ અઠવાડિયે યુએસ સંસદમાં ટ્રમ્પના ટેક્સ બિલ પર મતદાન થવાની અપેક્ષા છે. રોકાણકારો ચિંતિત છે કે યુએસ રાષ્ટ્રીય દેવું, જે પહેલાથી જ US$36 ટ્રિલિયનના દેવાના બોજથી દબાયેલું છે, તેમાં વધુ $3.8 ટ્રિલિયનનો વધારો થઈ શકે છે. આ ઉપરાંત, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર ભારતીય શેરબજાર પર પણ પડી છે. અહેવાલો અનુસાર, અમેરિકાએ નવી ગુપ્ત માહિતી એકત્રિત કરી છે કે ઇઝરાયલ ઇરાનના પરમાણુ કેન્દ્ર પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સાથે, સિંગાપોર અને હોંગકોંગ જેવા દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં કોરોનાના વધતા કેસોને કારણે રોકાણકારોમાં ભયનું વાતાવરણ છે. ચોથા ક્વાર્ટરના સુસ્ત કમાણીએ ભારતીય ઇક્વિટી બજારમાં રોકાણકારોની ચિંતામાં વધારો કર્યો છે.

 

 

Tata Capital IPO: ટાટાનો આવી રહ્યો છે અધધ આટલા કરોડનો આઇપીઓ (IPO)… બે દિવસ પછી કમાણીની તક, જાણો એક-એક વિગત
Stock Market: સાત દિવસની ઘટાડા બાદ બજારમાં તેજી, સેન્સેક્સ આટલા અંક ઉછળ્યો તો નિફ્ટી પણ ૨૪૫૦૦ની પાર
Trump Tariffs Impact on Stock Market : ભારત પર 25% ટેરિફની જાહેરાત, ટ્રમ્પના નિર્ણયની શેરબજાર પર કેટલી અસર પડશે
NSDL IPO : NSDL નો IPO આજે ખુલ્યો: ₹૧૩૦૦ કરોડનો ઇશ્યૂ, ગ્રે માર્કેટમાં ધૂમ, લિસ્ટિંગમાં ૧૫% થી વધુ ઉછાળાની શક્યતા! રોકાણ માટે આ તારીખ સુધી ખુલ્લો રહેશે
Exit mobile version