Site icon

Share Market Today: શેરબજારના નવા નાણાકીય વર્ષની ભારે ઘટાડા સાથે શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ઉંધા માથે પટકાયા; રોકાણકારો ચિંતામાં

Share Market Today:ભારતીય શેરબજારની નવા નાણાકીય વર્ષની શરૂઆત સારી રહી નથી. નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા દિવસે, મંગળવાર, 1 એપ્રિલના રોજ, બજારમાં મોટા ઘટાડા સાથે વેપાર શરૂ થયો.

Share Market Today Sensex, Nifty 50 trade volatile; Trump tariffs and other key factors that weigh on Indian stock market

Share Market Today Sensex, Nifty 50 trade volatile; Trump tariffs and other key factors that weigh on Indian stock market

News Continuous Bureau | Mumbai

Share Market Today:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2 એપ્રિલથી બધા દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવા જઈ રહ્યા છે. આ અંગે શેરબજારમાં હલચલ મચી ગઈ છે. રોકાણકારો પણ ગભરાઈ ગયા છે. આને કારણે, વૈશ્વિક સ્તરે બજારમાં વધઘટનો ટ્રેન્ડ ચાલુ છે. પરિસ્થિતિ એવી છે કે આજે BSE સેન્સેક્સ 532 પોઈન્ટના ભારે ઘટાડા સાથે 76882 ના સ્તરે ખુલ્યો. તે જ સમયે, NSE નો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 178 પોઈન્ટના ઘટાડા સાથે 23341 પોઈન્ટ પર ખુલ્યો.

Join Our WhatsApp Community

Share Market Today: આ શેર્સએ લોકોને ડૂબાડ્યા 

મંગળવારે, નાણાકીય વર્ષ 2025-26 ના પહેલા દિવસે, સેન્સેક્સ કંપનીઓમાં, પાવર ગ્રીડના શેર સૌથી વધુ 1.58 ટકાના વધારા સાથે અને ઇન્ફોસિસના શેર સૌથી વધુ 2.03 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા. આ ઉપરાંત, આજે NTPC ના શેર 1.03 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.95 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.71 ટકા, નેસ્લે ઇન્ડિયા 0.58 ટકા, અદાણી પોર્ટ્સ 0.28 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.23 ટકા, ઝોમેટો 0.17 ટકા, ICICI બેંક 0.11 ટકા અને એશિયન પેઇન્ટ્સના શેર 0.03 ટકાના પ્રારંભિક વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, HDFC બેંકના શેરમાં 1.33 ટકા, ટેક મહિન્દ્રા 1.20 ટકા, HCL ટેક 1.11 ટકા, બજાજ ફાઇનાન્સ 1.09 ટકા, TCS 1.04 ટકા, સન ફાર્મા 1.00 ટકા અને મારુતિ સુઝુકી 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

Share Market Today: આ છે વૈશ્વિક બજારની સ્થિતિ

વૈશ્વિક બજારમાંથી મળેલા સંકેતોના આધારે, એવું કહી શકાય કે આજે મંગળવારે સ્થાનિક શેરબજાર ખરાબ સ્થિતિમાં રહી શકે છે કારણ કે ભલે એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી હોય, પરંતુ યુએસ શેરબજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો.

આ સમાચાર પણ વાંચો : Banking New Rule: ATMમાંથી પૈસા કાઢવું મોંઘું, ન્યૂનતમ બેલેન્સના નિયમ કડક; આ બદલાવનો સીધો અસર તમારા ખિસ્સા પર પડશે.

યુએસ ડોલર ઇન્ડેક્સ 104 થી ઉપર છે અને હાલમાં 104.1460 પર છે. જ્યારે અમેરિકાના 10 વર્ષના સરકારી બોન્ડ પર યીલ્ડ થોડો ઘટીને 4.21 ટકા થઈ ગયો છે. એક તરફ, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

Share Market Today:સોમવારે બંધ હતું માર્કેટ 

જણાવી દઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે, નાણાકીય વર્ષ 2024-25 ના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ 191.51 પોઈન્ટ (0.25%) ના ઘટાડા સાથે 77,414.92 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 72.60 પોઈન્ટ (0.31%) ના ઘટાડા સાથે 23,519.35 પોઈન્ટ પર બંધ થયો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Mohan Bhagwat: વડાપ્રધાન મોદીએ સરસંઘચાલક મોહન ભાગવતના ૭૫મા જન્મદિવસ પર લખ્યો પત્ર, જાણો શું કહે છે રાજકીય વિશ્લેષકો
Make in India Maharashtra: ‘મેક ઇન ઇન્ડિયા’ને બળ: મહારાષ્ટ્રમાં વિદેશી કન્સલટન્સી પર પ્રતિબંધ, સ્થાનિક કંપનીઓને તક
Share Market: શેરબજારમાં તેજીનો પ્રારંભ: મામૂલી ઘટાડા બાદ સેન્સેક્સ-નિફ્ટીએ પકડી રફ્તાર
Exit mobile version