News Continuous Bureau | Mumbai
Share Market Update : આવતીકાલે એટલે કે 23 જુલાઈએ રજૂ થનારા બજેટ ( budget 2024 ) પહેલા આજે ભારતીય શેરબજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું છે. જો કે આજના કારોબારમાં મિડકેપ ( Midcap ) અને સ્મોલકેપ ( Small cap ) શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી છે. બજેટ પહેલા ઓટો શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 102.57 પોઈન્ટના ઘટાડા ( Sensex nifty down ) સાથે 80,502 પોઈન્ટ જ્યારે નિફ્ટી 21.65 પોઈન્ટના ઘટાડા સાથે 24,509.25 પોઈન્ટ પર બંધ થયો છે.
Share Market Update : લાલ નિશાન પર બંધ થયું માર્કેટ
મહત્વનું છે કે આવતીકાલે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. સામાન્ય લોકોની સાથે શેરબજારના રોકાણકારોની નજર આવતીકાલે આવનારા બજેટ પર છે. શેરબજારની ચાલની વાત કરીએ તો આજે સવારથી જ બજાર ઘટાડા ( Share Market down ) સાથે કારોબાર કરી રહ્યું હતું. સવારના કારોબારમાં સેન્સેક્સ 300 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને નિફ્ટી 100 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો હતો, પરંતુ બાદમાં બંને ઈન્ડેક્સ મર્યાદિત રેન્જમાં પહોંચી ગયા હતા. શેરબજાર લાલ નિશાન ( Share market news ) પર ખુલ્યું અને લાલ નિશાન પર બંધ પણ થયું. બજેટ પહેલા માર્કેટમાં ઘટાડાથી રોકાણકારો ચિંતામાં છે.
Share Market Update : રોકાણકારોની સંપત્તિમાં વધારો
આજના ટ્રેડિંગમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ઉછાળાને કારણે રોકાણકારો ( Investors ) ની સંપત્તિમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટકેપ રૂ. 448.38 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું, જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં રૂ. 446.38 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. મતલબ કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : આવતીકાલે બજેટના દિવસે શેરબજારની કેવી રહેશે ચાલ ચલગત? છેલ્લા 110 વર્ષના આંકડા ચિંતાજનક.. જાણો વિગતે…
Share Market Update : 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે બંધ થયા
આજના કારોબારમાં NTPC 2.58%, અલ્ટ્રાટેક સિમેન્ટ 2.34%, HDFC બેંક 2.15%, ટાટા સ્ટીલ 1.87%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.87%, પાવર ગ્રીડ 1.76%, ટાટા મોટર્સ 1.42%, સન ફાર્મા 1.01%, L&T 1.90% મારુતિ સુઝુકી 0.89 ટકાના વધારા સાથે બંધ થયા છે, જ્યારે ઈન્ફોસિસ 0.87 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ઘટતા શેર્સમાં રિલાયન્સ 3.46 ટકાના ઘટાડા સાથે, કોટક મહિન્દ્રા બેન્ક 3.30 ટકાના ઘટાડા સાથે, ITC 1.75 ટકાના ઘટાડા સાથે, SBI 1.21 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં ઓટો, ફાર્મા, મેટલ્સ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, આઈટી, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, એફએમસીજી સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 1.24 ટકાના ઉછાળા સાથે 56,604 પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.96 ટકાના વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 16 નુકસાન સાથે બંધ થયા હતા.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)