Site icon News Continuous Bureau | Mumbai

Share Market updates:  શેરબજારમાં સપ્ટેમ્બર મહિનાની શાનદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ઉછાળા સાથે થયા બંધ;  રોકાણકારોની સંપત્તિમાં થયો વધારો.. 

Share Market updates: BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી આજે 2 સપ્ટેમ્બરના રોજ વધીને રૂ. 464.87 લાખ કરોડ થઈ છે, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર, 30 ઓગસ્ટે રૂ. 464.39 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 48,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 48,000 કરોડનો વધારો થયો છે.

Share Market updates   Nifty above 25,250, Sensex up 194 points; IT, FMCG, banks shine

Share Market updates   Nifty above 25,250, Sensex up 194 points; IT, FMCG, banks shine

News Continuous Bureau | Mumbai

Share Market updates: આજે સપ્ટેમ્બર 2024નું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું છે. FMCG, IT અને બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બજાર માં તેજી હતી, જોકે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોએ રોકાણકારોને નિરાશ કર્યા છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 194 પોઈન્ટના ઉછાળા સાથે 82,560 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 43 પોઈન્ટના ઉછાળા સાથે 25,279 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

Join Our WhatsApp Channel

Share Market updates: રોકાણકારોની સંપત્તિમાં  વધારો

આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને નવી ઊંચાઈએ પહોંચ્યા. નિફ્ટી સતત 13મા દિવસે લીલા નિશાનમાં બંધ રહ્યો હતો, જે તેના ઈતિહાસમાં સૌથી લાંબો વધારો છે. તે જ સમયે, સેન્સેક્સ પણ સતત 7માં દિવસે લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 48,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE મિડકેપ ઇન્ડેક્સ પણ ટ્રેડિંગ દરમિયાન નવા ઓલ-ટાઇમને સ્પર્શ્યો હતો, પરંતુ સપાટ બંધ રહ્યો હતો.  

Share Market updates: સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધારા બંધ થયા

આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધારા અને 9 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 27 શૅર લાભ સાથે અને 23 શૅર નુકસાન સાથે બંધ થયા હતા. બીએસઈ પર કુલ 4187 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 1776 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2258 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 151 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 

આ સમાચાર પણ વાંચો  :  Semiconductor Unit: કેન્દ્રીય કેબિનેટે આ રાજ્યમાં 3,300 કરોડના સેમીકન્ડક્ટર યુનિટને સ્થાપિત કરવા આપી મંજૂરી..

Share Market updates યુએસ બજારોમાં કારણે  તેજીને સેન્સેક્સ નિફ્ટી ઓલ-ટાઇમ હાઈ

બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ સોમવારે વિદેશી ભંડોળના પ્રવાહ અને યુએસ બજારોમાં તેજીને કારણે તેમની નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચી હતી. નિષ્ણાતોના મતે યુએસ વ્યાજદરમાં ઘટાડો અને નવા વિદેશી ભંડોળના પ્રવાહની આશાએ સ્થાનિક ઇક્વિટીમાં તાજેતરના વધારાને વેગ આપ્યો છે.

 (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Stock Market Crash શેરબજારમાં શરૂઆતી તેજી બાદ અચાનક વેચવાલીનું તોફાન, ૧૩૦૦ પોઈન્ટના કડાકા સાથે સેન્સેક્સ ધડામ; રોકાણકારોમાં ફફડાટ
Jio Mega IPO Fully Subscribed On Day 1 મુકેશ અંબાણીના જાદુએ બજારને ઘેલું લગાડ્યું! જિયો પ્લેટફોર્મ્સના શેર ખરીદવા રોકાણકારોની પડાપડી જાણો લિસ્ટિંગ પર કેટલો મળશે નફો?
Stock Market Crash દલાલ સ્ટ્રીટમાં ‘બ્લેક મન્ડે’ , સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹૨.૩૪ લાખ કરોડ સ્વાહા
Stock Market Fall On Mahanavami મહાનવમી પર શેરબજારમાં કડાકો સેન્સેક્સ ૫૩૮ પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના લાખો કરોડ રૂપિયાનું ધોવાણ
Exit mobile version