News Continuous Bureau | Mumbai
Share Market Updates : કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત શાનદાર તેજી સાથે થઈ છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો 1 ટકાથી વધુના વધારા સાથે ખુલવામાં સફળ રહ્યા છે. સેન્સેક્સ 1098.02 પોઈન્ટ અથવા 1.39 ટકા વધીને 79984.24 પર અને નિફ્ટી 269.85 પોઈન્ટ અથવા 1.12 ટકા વધીને 24386.85 પર ખુલ્યો. સાથે જ બેન્ક નિફ્ટી 455 અંક એટલે કે 0.91 ટકાના મજબૂત વધારા સાથે 50612 ના સ્તર પર ખુલ્યો છે.
Share Market Updates : આ શેરોમાં તેજી
ટેક મહિન્દ્રાનો શેર 2.6 ટકા, ટાટા મોટર્સના શેરમાં 2.5 ટકાનો વધારો થયો છે. HCL, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને NTPCના શેરમાં પણ 2 ટકાનો વધારો થયો છે. આ સિવાય ટોપ 30માં હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં સૌથી ઓછો વધારો જોવા મળ્યો છે. બેંક નિફ્ટીમાં 400 પોઈન્ટનો વધારો થયો છે.
Share Market Updates : શેરબજારમાં અચાનક ઉછાળો કેમ આવ્યો?
અમેરિકન બજારમાં ગઈકાલે રાત્રે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. નાસ્ડેક ઇન્ડેક્સમાં 2.87 ટકાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે ડાઉ ઝોનમાં 1.71 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય જાપાનના શેરબજારમાં 1.26 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ બજારોમાં સારી વૃદ્ધિના કારણે ભારતીય શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Stock Market today : શેરબજારને ન ગમ્યો રિઝર્વ બેંકનો નિર્ણય; રેપો રેટની જાહેરાત બાદ શેર માર્કેટમાં કડાકો, રોકાણકારોને થયું કરોડોનું નુકસાન..
(ડિસ્ક્લેમર: અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મીડિયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝર ની સલાહ ચોક્કસ લો.)