Site icon News Continuous Bureau | Mumbai

Share Market Updates: શેરબજારે તોડ્યા તમામ રેકોર્ડ, સેન્સેક્સ પહેલીવાર 79000ને પાર, નિફટી પણ ઓલ ટાઈમ હાઈ.. જાણો કયા શેર કરાવી રહ્યા છે કમાણી..

Share Market Updates: સેન્સેક્સ-નિફ્ટી આજે ઉડાન ભરી રહ્યા છે. આજે સેન્સેક્સે પ્રથમ વખત 79000ની સપાટી વટાવી હતી. નિફ્ટીએ પણ 24000ની સપાટી ક્રોસ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. આજે સેન્સેક્સ 79186ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. તેણે એક દિવસ પહેલા જ ઈતિહાસ રચ્યો હતો. જ્યારે નિફ્ટીએ 24015ની નવી ટોચને સ્પર્શી છે.

Share Market Updates sensex breaches historic 79,000-mark; Nifty hits new record peak

Share Market Updates sensex breaches historic 79,000-mark; Nifty hits new record peak

    News Continuous Bureau | Mumbai

Share Market Updates:   કારોબારી સપ્તાહના ચોથા દિવસ એટલે કે ગુરુવારના શરૂઆતના કારોબારમાં ઘટાડા બાદ સ્થાનિક બજારોએ વેગ પકડ્યો હતો અને સેન્સેક્સે પ્રથમ વખત 79,000નો આંકડો પાર કર્યો હતો. નિફ્ટી પણ તેના નવા વિક્રમી સ્તરે BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 339.51 પોઈન્ટ વધીને 79,013.76 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંક જેવી મોટી કંપનીઓના શેરમાં ખરીદીએ પણ 97.6 પોઈન્ટ વધીને 23,966.40ની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

Join Our WhatsApp Channel

Share Market Updates:  આ શેરોમાં ઉછાળો

સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યુ સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, બજાજ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. મારુતિ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજીસ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરને સૌથી વધુ નુકસાન થયું હતું. સિમેન્ટ કંપનીઓના શેર વધી રહ્યા છે. સવારે 10 વાગ્યાની આસપાસ અલ્ટ્રાટેક સિમેન્ટ 5.6 ટકા અને ઓરિએન્ટ સિમેન્ટ 9.7 ટકા ઉપર છે.

આ સમાચાર પણ વાંચો :  હવે તો મોસમ પણ કહે છે મહેરબાની કરીને રિલ નહીં બનાવો… રીલ બનાવતા અગાસી પર પડી વીજળી.. જુઓ વિડિયો…

Share Market Updates:  માર્કેટ કેપ 439.07 લાખ કરોડ થઈ ગયું

માર્કેટ ઓપનિંગ વખતે BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ વેલ્યુ રૂ. 437.02 લાખ કરોડ હતું. બજાર ખુલ્યાના અડધા કલાકમાં જ તે રૂ. 438.46 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું. જ્યારે બજાર ખુલ્યાના એક કલાક પછી 10.12 વાગ્યે માર્કેટ કેપ રૂ. 439.07 લાખ કરોડ થઈ ગયું હતું. BSE પર 3296 શેરોમાંથી 2060 શેરમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે 1122 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. 114 શેર યથાવત ટ્રેડ થઈ રહ્યા છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Stock Market PreDiwali Rally ધનતેરસ અને દિવાળી પહેલાં શેરબજારમાં રોકેટ ગતિએ તેજી માત્ર બે જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં ₹૧૧ લાખ કરોડનો ઉછાળો
Penny Stock Tax Shock ₹૨૧નો પેની સ્ટોક ૧૬ મહિનામાં ₹૪૮૮ પર પહોંચ્યો રોકાણકારે કમાયા ₹૯૨ લાખ પણ ભરવો પડ્યો ₹૯૫ લાખનો ટેક્સ! જાણો અજીબોગરીબ કિસ્સો
Share Market High નવા સપ્તાહ અને મહિનાની શાનદાર શરૂઆત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુનો કૂદકો; રોકાણકારો ગેલમાં
SEBI Warning Against Finfluencers And Penny Stocks ટેલિગ્રામવોટ્સએપ ગ્રૂપમાં સ્ટોક ટિપ્સ આપવાનો ખેલ ખતમ! સેબીએ શરૂ કરી ડિજિટલ સફાઈ ઝુંબેશ
Exit mobile version