News Continuous Bureau | Mumbai
Share Market Updates :ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ શુભ સાબિત થયો છે. આજે ફરી એકવાર બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક તરફ સેન્સેક્સ પ્રથમ વખત 78000ને પાર કરી ગયો, તો બીજી તરફ નિફ્ટી-50 એ ઈતિહાસ રચીને 23754ની નવી ટોચને સ્પર્શ કર્યો. આ સમયગાળા દરમિયાન, એવા 10 શેરો હતા જેમાં તેમના તોફાની ઉછાળાને કારણે બજારને સપોર્ટ મળ્યો હતો.
Share Market Updates :બજાર બંધ થતાં પહેલાં સેન્સેક્સ રોકેટ
કારોબારી સપ્તાહના બીજા દિવસે એટલે કે મંગળવારે દિવસભર ઉતાર-ચઢાવનું વાતાવરણ રહ્યું હતું. પરંતુ છેલ્લા કામકાજના કલાકોમાં BSE સેન્સેક્સ રોકેટની ઝડપે વધ્યો હતો અને 750 પોઈન્ટથી વધુ ઉછળીને 78,000ના સ્તરને પાર કરી ગયો હતો. દિવસના કામકાજ દરમિયાન સેન્સેક્સ 78,164.71ના નવા ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યો હતો. સેન્સેક્સ 77,529.19ના સ્તરે શરૂ થયો હતો અને અંતે 712.45 પોઇન્ટના વધારા સાથે 78,053.52ના સ્તરે બંધ રહ્યો હતો.
Share Market Updates : રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 16,000 કરોડનો વધારો
આજની તેજીના પગલે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી વધીને રૂ. 435.76 લાખ કરોડ થઈ હતી, જે તેના અગાઉના ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, જૂન 24ના રોજ રૂ. 435.60 લાખ કરોડ હતી. આ રીતે, BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 16,000 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 16,000 લાખ કરોડનો વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : ગૌતમ અદાણીએ તેમની 32મી એજીએમમાં હિંડનબર્ગ રિપોર્ટનો કર્યો ઉલ્લેખ, કહ્યું કોઈ પડકાર અદાણી ગ્રુપના પાયાને નબળો પાડી શકે નહીં.. જાણો વિગતે..
Share Market Updates : પ્રોફિટ બુકિંગ જોવા મળ્યુ
જોકે, આ દરમિયાન બ્રોડર માર્કેટમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.26 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.03 ટકા ઘટીને બંધ રહ્યો હતો. ક્ષેત્રીય સૂચકાંકોમાં, ફક્ત બેંકિંગ અને નાણાકીય સેવાઓના સૂચકાંકો 1 ટકાથી વધુ વધીને બંધ થયા છે. બીજી તરફ રિયલ્ટી, પાવર અને યુટિલિટી શેરના સૂચકાંકો 1 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)